વલસાડમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી

વલસાડમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી

વલસાડ નજીકના મગોદ ગામે શાંતિમંદિર સ્થિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહામંડલેશ્વર નિત્યાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્કૃત દિવસ મનાવવામાં આવ્યો હતો. શાંતિ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શારદા પ્રભા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના નાના ભૂલકાંઓએ પોતાની કાલીઘેલી બોલીમાં સંસ્કૃતના વિવિધ શ્લોક, સ્તુતિ, વાર્તાલાપ તેમજ સંવાદ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

valsad

શારદા પ્રભા સ્કુલમાં નર્સરી કક્ષામાંથી જ તેના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો સમાવેશ કર્યો છે, કારણ કે વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે તે જ્ઞાનાત્મક કાર્ય અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો કરે છે. સંસ્કૃત, સંસ્કૃતિ અને સંસ્કાર આ ત્રણેય ગાઢ સંબંધ ધરાવે છે અને એક બીજા વિના અધૂરા પણ છે. શાળાએ પરંપરાગત મૂલ્યો સાથે આધુનિક શિક્ષણનું અનોખું મિશ્રણ છે, જે આધુનિક સમયની સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ છે.

શ્રી મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય માં ધો.9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા છાત્રોએ સંસ્કૃત ભાષા વિશે પોતાના વિચારો, વેદનો અભ્યાસ, સંસ્કૃત શ્લોકગાન, ગીત-સંગીત તેમજ ઉપસ્થિત આચાર્યો-ગુરુજી દ્વારા સંસ્કૃત અંગેની વિવિધ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વ્યવસ્થાપક અને મહાવિદ્યાલયના આચાર્ય દ્વારા સંસ્કૃતમય શૈલીમાં કરાયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X