સરદાર સરોવર નર્મદા ડેમ 72 ટકા ભરાયો, જાણો કેટલે પહોચ્યું જળસ્તર?
Sardar Sarovar Narmada Dam: સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ પડી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઇ છે. નદી-નાળા અને ડેમ છલકાઇ રહ્યા છે.
ઘણા જિલ્લામાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સંપર્ક કપાઇ ગયો છે. આવામાં રાજ્યના 207 ડેમમાં પાણીની આવક થઇ રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 70 ટકાને વટાવી ગયો છે. આજે 9 ઓગસ્ટની સવારે 11 કલાકે સ્ટોરેજ 72.79 ટકાના સ્તરે છે.

સરદાર સરોવર નર્મદા ડેમનું જળ સ્તર 129.84 મીટર છે, અને તે ઝડપથી વધી રહ્યું છે. કારણ કે, પ્રવાહ 3.70 લાખ ક્યુસેકથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ સ્તર 138.68 મીટર છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ હાંસલ કરેલ પૂર્ણ સ્તરની જાહેરાત કરે છે.
હવે જોવાનું એ રહેશે કે, ગુજરાત સરકાર આ વર્ષે પણ આવું કરે છે કે કેમ, કારણ કે ગયા વર્ષે ભરૂચમાં આવેલા પૂરને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી, જેનો વિરોધ પક્ષો દ્વારા જોરદાર વિરોધ કર્યો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પરનો બીજો સૌથી ઉંચો ડેમ ઉકાઈ 1 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નિર્ધારિત નિયમ સ્તર લગભગ હાંસલ કરી ચૂક્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ઉકાઈ આજે સવારે 11 કલાકે 31,000 ક્યુસેકથી વધુના પ્રવાહ સાથે 76.38 ટકા ભરાઈ ગયું છે.












Click it and Unblock the Notifications
