For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં નાણામંત્રીએ 70 કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું કર્યું લોકાર્પણ

|
Google Oneindia Gujarati News

સુરત, 4 એપ્રિલ: રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી સૌરભભાઈ પટેલે સુરતના ચોકબજાર નજીક તાપી નદી ઉપર અંદાજે ૧૩૬ વર્ષ પહેલા બંધાયેલા ઐતિહાસિક હોપપુલની જગ્‍યાએ રૂા.૭૦ કરોડના બંધાયેલા નવનિર્મિત પુલનું લોકાર્પણ કર્યું હતું.

ઐતિહાસિક એવા તાપી તટે આવેલા આ હોપપુલ માટે પ્રજાજનોની લાગણીને માન આપી, તેનુ઼ મૂલ્‍ય જળવાય તે રીતે બન્ને બાજુ લોખંડની ટ્રસવાળો, સીનીયર સીટીઝન બેસી શકે તે માટે એફઆરપી શીટના ડોમ તેમજ બાકડા, સુરતના હેરીટેઝ સ્‍થાપત્‍યના ચિત્રો ઈતિાસ તથા તાપી માટે દર્શાવતા બોર્ડથી શુભોભિત હેરી ટેઝ વોક-વે સહિતના ટુ લેન પુલને ખૂલ્લો મૂકતા મંત્રીએ કહયું હતું કે, ચૂંટાયેલી પાંખ, અધિકારીઓ તેમજ પ્રજાજનોના સહકાર સાથે સુરત મહાનગરપાલિકાએ હાથ ધરેલા વિકાસકાર્યોની હારમાળાઓ ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓ દષ્‍ટાંતરૂપ છે.

મંત્રીએ કહ્યું હતું કે, ‘વાયબ્રન્‍ટ' દ્વારા ગુજરાતની ઓળખ ઉભી થઈ છે તેમ ‘સુરત' પણ પોતાની કામગીરીનો વ્‍યાપ-સેમિનાર જેવા આયોજન દ્વારા અન્‍યો માટે માર્ગદર્શીય બની શકે છે. આ તકે તેમણે વડોદરામાં સર્જાયેલી પૂરઆપત્તિ વેળાએ સુરતની ટીમે આદરેલી સફાઈ ઝુંબેશની નોંધ સમગ્ર રાજયમાં લેવામાં આવી હોવાનું પણ કહયું હતું.

મંત્રીએ જણાવ્‍યું હતું કે, દેશમાં ઈન્‍ટરનેશનલ હરિફાઈઓ વચ્‍ચે આવક રોજગારીની તકો માટે રાજય સરકાર સતત સક્રીય રહી છે. આઈ.ટી.આઈ., સેન્‍ટર ઓફ એકસીલન્‍સ દ્વારા સ્‍કીલ મેન પાવર તૈયાર કરી નોકરીની તકો ઉપલબ્‍ધ કરાવી છે. ડાયમંડને બાદ કરતા ટેક્ષટાઈલ-ગારમેન્‍ટમાં રોજગારીની તકોને ધ્‍યાને લેતા આ વખતે લેબર ઈન્‍ટેશીવ યુનિટ હેઠળ માથાદિઠ રોજગારી આપે તો સામે ચાલીને રાજય સરકાર રૂા.૧૫૦૦ આપે છે. ગૃહઉદ્યોગને વેગવાન બનાવવા બાજપાઈ બેંકબલ યોજનામાં ૧૦૦ કરોડની જોગવાઈ કરી બેંક લોન-સબસીડીની મદદ કરવામાં આવે છે.

વડાપ્રધાનના વડપણ ગતિ અને મુખ્‍યમંત્રીની ગતિશીલ ગુજરાતની પ્રેરણાને કારણે થયેલો વિકાસ જોઈ શકાય છે. રાજય સરકારે ૧૦,૦૦૦ કરોડ અર્બન સેન્‍ટર અને અર્બન પ્રમોટ માટે ફાળવ્‍યા છે. ગુજરાતમાં આવક વધવાને કારણે લોકોની રહેણી કરણી સમૃધ્‍ધિમાં વધારો થયો છે ગુજરાતની તાકાતનો પરચો જણાય છે.

નાણામંત્રીએ જણાવ્‍યું કે, આગવી ઓળખ તરીકેના પ્રોજેકટો હાથ પર લઈ શહેરની જરૂરિયાત સુંદરતા લોકોને ગમે તેવા કામો કરવાની ગુજરાત સરકારે નેમ રાખી છે.

જુુઓ તસવીરો...

વડાપ્રધાનના સ્‍વચ્‍છતા અભિયાનના સંકલ્‍પ

વડાપ્રધાનના સ્‍વચ્‍છતા અભિયાનના સંકલ્‍પ

આ અવસરે તેમણે સૂરત ‘ડ્રીમ સીટી' આવનારા દાયકામં લાભદાયી રહેશે. તેમ જણાવી તેમા સાકાર થનારી પ્રોજેકટોની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના સ્‍વચ્‍છતા અભિયાનના સંકલ્‍પ બાબતે જણાવી સૂરતનુ઼ એકપણ ઘર શૌચાલય વિનાનું ન રહે તેવી લાગણી દર્શાવી હતી. લોકાર્પણ પ્રસંગે રાજયમંત્રી નાનુભાઈ વાનાણીએ સૂરત મનપા ટીમને અભિનંદન સાથે શુભેચ્‍છા આપી હતી.

બ્રીજના નિર્માણમાં લોકોને હરવા ફરવાની સુવિધા

બ્રીજના નિર્માણમાં લોકોને હરવા ફરવાની સુવિધા

સૂરતના પ્રથમ નાગરિક નિરંજનભાઈ ઝાંઝમેરાએ હોપપુલની જગ્‍યાએ નવનિર્મિતની બ્રીજના નિર્માણમાં લોકોને હરવા ફરવા, બેસવા, ચાલવાની સુવિધા સંપન્ન કરવામાં આવી છે સાથોસાથ આ ઐતિહાસિક હોપપુલના હેરીટેઝ તરીકે બે સ્‍થાનની જાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

સૌરભ પટેલે કર્યું ઉદઘાટન

સૌરભ પટેલે કર્યું ઉદઘાટન

મેયરએ સૂરત મહાનગરપાલિકાના ઝોનમાં ૧૦૦ ટકા વેરા વસૂલાત બાબતે ગૌરવ વ્‍યકત કરી શહેરની જનતાના સુખાકારી માટે મ.ન.પા.એ લીધેલા પગલાઓનો ચિતાર આપ્‍યો હતો. પ્રારંભમાં સૂરત મહાનગરપાલિકા કમિશનર મિલિન્‍દ તોરવણેએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્‍તે સૂરતની તરણવીર પૂજા ચૌરુસીને ગોલ્‍ડમેડલથી સન્‍માનિત કરવામાં આવી હતી.

કોણ કોણ હતું હાજર

કોણ કોણ હતું હાજર

આ વેળાએ સાંસદસર્વ સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, પ્રભુભાઈ વસાવા, હાઉસીગ બોર્ડના ચેરમેન વિવેકભાઇ પટેલ, દંડક અજયભાઈ ચોકસી ધારાસભ્‍ય સર્વ નરોત્તમભાઈ પટેલ, રણજીતભાઈ ગીલીટવાલા, જનકભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી, પ્રફુલ્લભાઈ પાનશેરીયા, રાજાભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, હર્ષ સંધવી, મુકેશભાઈ પટેલ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનઓ, કોર્પોરેટર તેમજ મોટી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

English summary
Finance minister Saurabhbhai Patel inaugurates ancient hoppul bridge in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X