સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 4 હોદ્દેદારો પદ પરથી હટાવાયા

Subscribe to Oneindia News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહ સહિત 4 હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. નવા હોદ્દેદારોની પસંદગી માટે એક સપ્તાહમાં બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને સુપ્રિમ કોર્ટે પદ પરથી હટાવી દીધા હતા. સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આ ચાર હોદ્દેદારો પદ પર રહી શકશે નહિ.

niranjana shah

એસીએના સેક્રેટરી નિરંજન શાહ, પ્રમુખ લાલભાઇ રાઠોડ, ઉપપ્રમુખ બાલસિંહ સરવૈયા અને નાથાભાઇ સિસોદિયા સહિત ચાર હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. આ સપ્તાહમાં મળનાર બેઠકમાં નવા સચિવ, પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવશે. સમગ્ર મામલે નિરંજન શાહનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટ સર્વોપરી છે. અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન કરી રહ્યા છે. નવા હોદ્દેદારો કોણ આવશે તે વિશે હું કંઇ કહી શકુ નહિ.

English summary
saurashtra cricket association secratory resigned with 4 other after supreme court decision on anurag thakur
Please Wait while comments are loading...