For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણ માસના પહેલા દિવસે જ સોમનાથ મંદિરમાં ઉમટી ભીડ, પોલિસે ઉગામી લાઠી

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ. અહીં પહેલા જ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી.

|
Google Oneindia Gujarati News

ગિર સોમનાથઃ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ. અહીં પહેલા જ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર(પ્રથમ જ્યોતિર્લિંગ)માં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. આ શ્રદ્ધાળુઓ એટલી હદે બેકાબૂ થઈ ગયા કે સોશિયલ ડિસ્ટંસીંગને ભૂલી જ ગયા. પોલિસે લાઠીઓ ઉગામી જેના કારણે મંદિર પરિસરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ અને માહોલ તણાવપૂર્ણ થઈ ગયો.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે ખુલ્યુ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે ખુલ્યુ

માહિતી મુજબ હિંદી પંચાગના શ્રાવણ મહિનો સૌરાષ્ટ્રમાં 25 દિવસ બાદ શરૂ થાય છે. દેશના અન્ય સ્થળોએ પૂનમથી પૂનમ સુધી હિંદી મહિનાઓની ગણતરી કરવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં અમાસથી અમાસ સુધી ગણતરી થાય છે. માટે આજે મંગળવારથી સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. સોમનાથ મંદિરને જોતા પ્રશાસને આમ તો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે તૈયારીઓ કરી હતી પરંતુ તેમછતાં સ્થિતિ બગડી ગઈ.

લાઈનોમાં ન દેખાયુ સોશિયલ ડિસ્ટંસીંગ

લાઈનોમાં ન દેખાયુ સોશિયલ ડિસ્ટંસીંગ

આ મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જમા થવા લાગી હતી. અહીં પહોંચનાર શ્રદ્ધાળુઓમાં ઘણા લોકો એવા હતા જે માસ્ક વિના જોવા મળ્યા. વળી, ઘણા શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટંસીંગ પણ ફોલો નહોતા કરતા. પોલિસે લાઈનો કરાવી હતી પરંતુ આ લાંબી લાઈનોમાં સોશિયલ ડિસ્ટંસીંગ જોવા મળ્યુ નહિ. જ્યારે આના એક દિવસ પહેલા સોમવારે જ પ્રશાસને મંદિરો માટે અલગથી ગાઈડલાઈન જારી કરી દીધી હતી.

આ નિયમોનુ કરવુ પડશે પાલન

આ નિયમોનુ કરવુ પડશે પાલન

તમારે મંદિર ટ્રસ્ટને સ્પષ્ટ રીતે સૂચિત કરવામાં આવ્યુ હતુ કે શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી શકશે નહિ અને તેમને 3-4 ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન કરવા પડશે. મંદિર પરિસરમાં કોરોના ગાઈડલાઈન્સના નિયમો અનુસાર જ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. સાથે જ 65 વર્ષથી વધુ તેમજ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં નહિ આવે અને શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવુ અનિવાર્ય રહેશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ડાકોર, કુબેરભંડારી જેવી પ્રાચીન મંદિર બંધ જ રાખવામાં આવ્યા છે. વળી, સોમનાથ મંદિર ખોલવા અંગે શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે મંદિર સવારે 6.30ના બદલે 6 વાગે ખોલવુ અને સાંજે 7.30ના બદલે 9.15 સુધી ખુલ્લુ રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

કોરોના પૉઝિટિવિટી રેટ અને મૃત્યુદરમાં આપણી સ્થિતિ સારીઃ આરોગ્ય મંત્રાલયકોરોના પૉઝિટિવિટી રેટ અને મૃત્યુદરમાં આપણી સ્થિતિ સારીઃ આરોગ્ય મંત્રાલય

English summary
Saurashtra: Huge Crowd Of Devotees Gathered at The Somnath Temple in the starting of Shravan maas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X