સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન રંગેચંગે પૂર્ણ
સુરતનુ સવાણી જૂથ તેના સમાજકાર્યો માટે જાણીતું છે. ગત રોજ આ ગ્રુપ દ્વારા પિતા ગુમાવી ચૂકેલી 236 દીકરીઓને લગ્નગ્રંથિથી જોડી હતી...
સુરતનુ સવાણી જૂથ તેના સમાજકાર્યો માટે જાણીતું છે. ગત રોજ આ ગ્રુપ દ્વારા પિતા ગુમાવી ચૂકેલી 236 દીકરીઓને લગ્નગ્રંથિથી જોડી હતી. આ સમૂહ લગ્નમાં કુલ 238 યુગલો લગ્ન બંધનમાં બંધાયા હતા.

જેમાં 5 મુસ્લિમ અને એક ખ્રિસ્તી યુગલ પણ હતું. જેઓને તેમના ધર્મ અનુસાર પરણાવવામાં આવ્યા હતા. આ જ સમૂહ લગ્નમાં સવાણી ગ્રુપના દીકરા જય સવાણીના લગ્ન પણ યોજાયા હતા. લગ્નના ગ્રાઉન્ડમાં દરેક ચોરી એકસરખી શણગારવામાં આવી હતી.

મહેશ સવાણીએ તમામ યુવતીઓને કરિયાવર પણ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ લગ્ન સમારંભમાં હાજર હતા. તે લોકો લગ્ન જોઈ શકે તે માટે સ્ક્રીન પણ મૂકવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
