For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'Dont use a condom tonight' જાહેરાતે મચાવી ધમાલ!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ઓગસ્ટ: આજે પારસી સમુદાયનું નવું વર્ષ છે, જેને લઇને પારસી સમુદાયે ખાસ તૈયારીઓ કરી છે, પરંતુ આ સમુદાયને જાગૃત કરવા માટે જે જાહેરાત બનાવવામાં આવી છે તે જરૂર વિવાદોમાં આવી ગઇ છે. આપને જણાવી દઇએ કે પારસી સમુદાયને વસ્તી વધારવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે 'જિયો પારસી' સ્કીમને પ્રમોટ કરવાની યોજના બનાવી છે.

parsi
જેના માટે ઘણી જાહેરાતો તૈયાર કરવામાં આવી છે જે હવે વિવાદોના ઘેરામાં લપેટાઇ ગઇ છે, આ જાહેરાતોમાં જે ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ઉત્તેજક છે. આ જાહેરાતોમાં પારસી લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આજે રાત્રે કંડોમનો ઉપયોગ ના કરે.

જો હજી પણ પારસી સમુદાય આ વાતો પર અમલ નહીં કરે તો તે દિવસ દૂર નથી જ્યારે પારસી કોલોની હિંદુ કોલનીમાં ફેરવાઇ જશે અને એટલું જ નહીં એ પણ કહેવામાં આવ્યું છે કે 35 વર્ષથી વધારે અવિવાહિત યુવકોને પોતાની માતાથી બ્રેકઅપ કરવાનો સમય આવી ગયો છે કારણ કે માતા છોડશો ત્યારે જ તો મહિલાને સમજશો.

સ્વાભાવિક છે કે આ રીતે વાત જો જાહેરાતમાં થશે તો બબાલ તો થશે જ, આ ઉપરાંત આ એડમાં રતન તાતાનું નામ પણ ઘસેડવામાં આવ્યું છે. વર્ષ 2013માં કેન્દ્ર સરકારે પારસી સમુદાયની વસ્તી વધારાને લઇને એક કેમ્પેઇન ચલાવ્યું હતું જે હેઠળ જે પારસી દંપતિઓને બાળકો પેદા નથી થઇ રહ્યા તેમની મેડિકલ હેલ્થ કરવામાં આવી રહી છે. હાલમાં હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદો પર સરકાર શું નિર્ણય લે છે.

English summary
Parsis community launched an advertisement campaign Jiyo Parsi. While the world promotes safe sex and the use of condoms, this ad campaign takes a different route and asks couples to not use a condom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X