For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત લોકાયુક્તની નિમણૂંક અંગે આજે ફેંસલો લેવાઇ તેવી શક્યતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Supreme-Court
અમદાવાદ, 2 જાન્યુઆરી: ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ દ્રારા રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વિના એકતરફી કાર્યવાહી કરી જજ આર એ મહેતાને લોકાયુક્ત નિમણૂંક કરવાના વિરૂદ્ધ નરેન્દ્ર મોદી સરકારની અપીલ પર સુપ્રિમકોર્ટ આજે ફેંસલો સંભળાવશે.

ન્યાયમૂર્તિ બી એસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ એફ એમ ઇબ્રાહિમ કલીફુલ્લાની ખંડપીઠ હાઇકોર્ટના ગત વર્ષના જાન્યુઆરી નિર્ણય વિરૂદ્ધ દાખલ રાજ્ય સરકારની અરજી પર ચુકાદો સંભળાવશે. હાઇકોર્ટે રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

હાઇકોર્ટનો આ નિર્ણય ન્યાયમૂર્તિ વી એમ સહાયે સંભળાવ્યો હતો. આ પહેલાં હાઇકોર્ટની બે સદસ્યીય ખંડપીઠના ન્યાયાધીશોમાં લોકાયુક્તના રૂપમાં ન્યાયમૂર્તિ મહેતાની નિયુક્તિ મુદ્દે મતભેદ હોવાના કારણે ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો.

ત્રીજા ન્યાયાધીશના રૂપમાં ન્યાયમૂર્તિ સહાયે રાજ્યમાં સંવિધાનિક સંકટ પેદા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. તેમને કહ્યું હતું કે રાજ્યપાલને આવી નિમણૂંક કરવાનો વિશેષ અધિકાર છે. ન્યાયમૂર્તિ સહાયે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે લોકાયુક્તના મુદ્દે મુખ્યમંત્રીનું નાટક આપણા લોકતંત્રનું વિખંડન દર્શાવે છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજ્યપાલ દ્રારા લોકાયુક્તની નિયુક્તિના મામલે એક તરફી વિવેકાધિકારનો ઉપયોગ અનાવશ્યક છે. રાજ્ય સરકારે આ ચુકાદામાં મુખ્યમંત્રી અંગે વાપરવામાં આવેલા કઠોર શબ્દો પર વિરોધ કરતાં આને રેકોર્ડમાંથી નિકાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ કમલા બેનીવાલે 25 ઓગષ્ટ 2011ના રોજ સેવાનિવૃત્ત ન્યાયાધીશ આર એ મહેતાને લોકાયુક્ત નિયુક્ત કરી દિધો હતો. રાજ્યમાં લોકાયુક્તનું પદ ગત આઠ વર્ષથી ખાલી છે.

English summary
The Supreme Court will deliver its verdict in the case concerning the Gujarat Lokayukta's appointment today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X