For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણઃ સુપ્રીમ કોર્ટે ફગાવી જાકિયા જાફરીની અરજી, પીએમ મોદીને ક્લીન ચીટ યથાવત

પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. સુપ્રીમ કોર્ટે એસઆઈટીનો રિપોર્ટને યોગ્ય ગણાવીને કહ્યુ કે આની સામે જે અરજી દાખલ કરવામાં આવી તેમાં કોઈ યોગ્યતા નથી. વાસ્તવમાં, એસઆઈટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા અન્યને 2022ના ગુજરાત રમખાણોમાં ક્લીન ચીટ આપી દીધી હતી. આની સામે સુપ્રીમ કોર્ટમાં જાકિયા જાફરીએ અરજી દાખલ કરી હતી. જેના પર આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ એએસ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચે ગયા વર્ષે 9 ડિસેમ્બરે બંને પક્ષોની સુનાવણી બાદ આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

SC

તમને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદમાં ગુલમર્ગ સોસાયટીમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાત રમખાણો દરમિયાન એહસાન જાફરી સહિત 69 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં SITએ 64 લોકોને ક્લીનચીટ આપી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ પણ શામેલ છે. એસઆઈટીની આ ક્લીનચીટને જાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. હકીકતમાં જ્યારે રાજ્યમાં રમખાણો થયા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

જાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટની બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, સીટી રવિકુમાર પણ શામેલ છે. આ લોકોએ નરેન્દ્ર મોદીની સંડોવણી અંગે દલીલ કરી નથી. બીજી તરફ એસઆઈટીએ જાકિયા જાફરીની અરજીનો વિરોધ કર્યો હતો. એસઆઈીનુ કહેવુ છે કે આ અરજી સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના કહેવા પર નોંધવામાં આવી છે. જેમણે આ મુદ્દાને જીવંત રાખવા માટે આ કર્યુ છે.

English summary
SC verdict on Jakia Jafri plea against PM Modi and others in 2002 riot case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X