For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબોલ પશુઓ માટે આધારસ્તંભ બની રાજ્ય સરકારની આ યોજના.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના કલ્યાણ અને જનજીવનને પ્રભાવિત કરતી અનેકવિધ યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના કલ્યાણ અને જનજીવનને પ્રભાવિત કરતી અનેકવિધ યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે. ત્યારે, નાગરિકોની સાથે સાથે જનજીવન માટે ઉપયોગી પશુઓના કલ્યાણ અને તેમના પોષણ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવેલી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ યોજના 2022ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી. જે યોજનામાં રખડતાં પશુઓ માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

cow

રાજ્ય સરકારની છબી આમ જનતા વચ્ચે હિંન્દુત્વની સરકાર તરીકે માનવામાં આવે છે. ત્યારે, હિન્દું ધર્મની આસ્થાના પ્રતિક સમાન ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારની આ યોજના છે. જેમાં, રખડતાં પશુઓના ઘાસચારા અને તેમના રહેઠાણ સહિતની સુવિધાને વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ગૌશાળાઓ અને પાંજરાપોળોના સંચાલન થકી જાળવણી કરવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. જે યોજનામાં કૂલ પાંચ વર્ષ માટે 500 કરોડના બજેટની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના દ્વારા પાંજરાપોળો અને ગૌશાળાઓમાં ગાયોના યોગ્ય ઘાસચારો અને દવાઓ તથા તેમના સંવર્ધન થકી યોગ્ય જાળવણી કરી શકાય તેમજ આક્સમિક બનાવો તથા રોગચાળાથી બચાવી શકાય તે માટે ગૌશાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે. રાજ્ય સરકાર તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા આ પ્રકારની ગૌશાળાઓ અને પાંજરાપોળો ચલાવવામાં આવે છે.

રાજ્ય સરકારની આ યોજના હેઠળ રાજ્યમાં ઠેર ઠેર ગૌશાળા ખોલવામાં આવશે, વર્તમાનમાં ચાલુ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં પણ આરોગ્ય સહિતની સુવિધા વિકસાવવામાં આવશે તેમજ રાજ્યમાં રખડતી ગાયોને આશ્રયસ્થાન મળી રહે તો જેના કારણે રોડ રસ્તાના આક્સમિક બનાવોમાં પણ ઘટાડો કરી શકાશે. સામાન્ય લોકોને પણ તેના કારણે ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત રખડતી ગાયો માટે તબેલા સહિતની સુવિધા વિકસાવવાના કારણે પશુપાલન વ્યવસાયમાં પણ રોજગારી અને દૂધ ઉત્પાદન સહિતની વ્યવસ્થા વધારી શકાશે.

આ રીતે, ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના રસ્તા પર રખડતી ગાયોની હાલત સુધારી તેમને ઘાસચારો અને યોગ્ય પશુ સારવાર ઉપલબ્ધ કરી પશુ સુધારણા કરનારી તથા રસ્તા પર રખડતાં ઢોરો પર અંકુશ લાવનારી બની રહેશે. આ યોજના અનેક સેવાભાવી સંસ્થઆઓ અને તેમાં અનેક બિનકુશળ વ્યવસાયમાં રોજગારી સર્જન કરનારી બની રહેશે.

English summary
Scheme of gujarat govt that became pillar for cattle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X