નખત્રાણા પાસે સ્કૂલ બસને અકસ્માત, 2 બાળકો ગંભીર ઇજાગ્રસ્ત

Subscribe to Oneindia News

કચ્છમાં નખત્રાણા પાસે ઉમા એજ્યુકેશનની સ્કૂલ બસને ટ્રેક્ટર સાથે અકસ્માત થતા 6 થી 7 બાળકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી 2 બાળકોની હાલત ગંભીર જણાઇ રહી છે.

school bus accident

ઘટનાની વિગત એવી છે કે કચ્છમાં વાપરથી નખત્રાણા જતી ઉમા એજ્યુકેશનની સ્કૂલ બસ આજે સવારે 20 થી વધુ બાળકોને લઇને સ્કૂલે જવા નીકળી હતી. રસ્તામાં મથલ પાસે એક ટ્રેક્ટરે ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. આગળ બેઠેલા બાળકોમાંથી 6 થી 7 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ તેમાંથી 2 બાળકો ગંભીર રીતે ઘવાયા હતા. બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

English summary
school bus accident in kutchh, 2 children serious
Please Wait while comments are loading...