For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આજથી બે વર્ષથી બંધ પ્રી-પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી ઓફલાઈન શરુ, SOPનુ કરાશે ચુસ્ત પાલન

રાહત વચ્ચે સરકારે હવે પ્રાઈમરી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજા લહેર અટકી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનના ગૃહરાજ્ય ગુજરાતમાં હવે મહામારીના બહુ ઓછા કેસો સામે આવી રહ્યા છે. વળી, રિકવર થનાર લોકોની સંખ્યા વધવાથી કોવિડ રિકવરી રેટ પણ સુધરી ગયો છે. રાહત વચ્ચે સરકારે હવે પ્રાઈમરી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે ગુજરાતમાં 55 હજાર આંગણવાડી અને પ્રી-પ્રાઈમરી સ્કૂલોમાં લગભગ 25 લાખ બાળકો છે. રાજ્યમાં હવે સ્કૂલો-કૉલેજો ઑનલાઈન વિકલ્પ સાથે ઑફલાઈન ચાલુ થઈ ગઈ છે.

school

છેલ્લા બે વર્ષથી બાળકો માટે બાળમંદિર, પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ હતા પરંતુ રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે હવે પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખુલી શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે 17 ફેબ્રુઆરીથી 55 હજાર બાળ મંદિર અને પ્રી સ્કૂલમાં ભણતા 25 લાખ બાળકો માટે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે. રાજ્યભરના આંગણવાડી અને પ્રી-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત ગાઈડલાઈનનુ ચુસ્ત પાલ અને વાલીના સંમતિપત્ર સાથે બાળકો માટે શિક્ષણ કાર્ય શરુ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના 12 લાખથી વધુ કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. જો કે, સારી વાત એ છે કે 1197983 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. સરકારનુ કહેવુ છે કે હાલમાં 9378 સક્રિય દર્દી છે. કાલે 1817 નવા કેસ મળ્યા અને 2688 રિકવર થયા. ગઈ કાલે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા હતા. જે બાદ સરકારી આંકડામાં કોરોનાથી મોતની સંખ્યા રાજ્યમાં 10851 થઈ ગઈ છે.

English summary
School reopen in gujarat: Govt says- Pre schools and Anganwadi will open from February 17, that's Closed For 2 Years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X