સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરાશે
School Safety Week 2024: નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર નર્મદા-રાજપીપળા દ્વારા નર્મદા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ 3 ફેબ્રુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવનાર છે.
શાળા સલામતી સપ્તાહના પ્રથમ દિવસે સમગ્ર રાજ્યમાં કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુખ્ય કારોબારી અધિકારી અનુપમ આનંદ અને અધિક મુખ્ય કારોબારી અધિકારી એ. જે. અસારી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેને નર્મદાના વિદ્યાર્થીઓએ ઓનલાઇન નિહાળ્યું હતું.
29 જાન્યુઆરીના રોજ જિલ્લામાં દેડીયાપાડા તાલુકાની ઘાંટોલી અને મોટી સિંગલોટી અને તિલકવાડા તાલુકાની સુરવા તેમજ નાંદોદ આમલેથા અને પ્રતાપનગર કુલ પાંચ સરકારી પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટ જેમાં શોધ અને બચાવ, ફાયર ફાયટિંગ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ પર ડેમોસ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાની કુલ 35 શાળાઓમાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામા આવ્યું છે. દરેક શાળામાં કુલ છ દિવસ અલગ અલગ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે પ્રવૃત્તિ અને જાગૃતિ કાર્યક્રમ કરવામા આવનાર છે. જેમાં ફાયર ફાયટિંગ, અકસ્માત અને પ્રાથમિક સારવાર, વીજ સલામતી, શોધ અને બચાવ, 108 ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.
31 જાન્યુઆરીના રોજ દેડીયાપાડાની ભરાડા અને કાકરપાડા, નાંદોદની ગાડિત અને ઉમરવા, તિલકવાડાની તિલકવાડા પ્રાથમિક ખાતે યોજાશે. 1 ફેબ્રુઆરીના રોજ સાગબારાની ચોપડવાવ અને કોડબા, ગરુડેશ્વરની કલીમકવાણા અને જૂનવદ, તિલકવાડાની ઉતાવળી પ્રાથમિક શાળા ખાતે યોજાશે.
02 ફેબ્રુઆરીના રોજ સાગબારાની ધનશેરા અને સેલંબા કન્યા શાળા, ગરુડેશ્વરની અકતેશ્વર અને ગભાણા, તિલકવાડાની બુજેઠા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. 3 ફેબ્રુઆરીના રોજ દેડીયાપાડાની તાલુકા કુમાર શાળા દેડીયાપાડા, સાગબારાની નાની દેવરૂપેણ અને ઉમરકુઈ તેમજ સાગબારા, નાંદોદની વાઘેથા, ગરુડેશ્વરની આમદલા અને કારેલી તેમજ માણકુવા, તિલકવાડાની સાવલી અને રેંગણવર્ગ પ્રાથમિક શાળા ખાતે યોજાશે.












Click it and Unblock the Notifications
