For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલિસને જ મારી નાખો કહેનાર હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ

|
Google Oneindia Gujarati News

પટેલો માટે અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલની મુસીબતો હવે વધી રહી છે. એક બાજુ જ્યાં રાજકોટમાં રાષ્ટ્રધ્વજ પર પગ મૂકી રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ફરિયાદ હાર્દિક પટેલ વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યાં જ સુરતમાં આપધાત કરનાર યુવકને પોતે મરવાના બદલે બે-ચાર પોલિસવાળાને મારી નાંખવાની સલાહ આપવા મામલે ખુદ ડીસીપી જ તેમની સામે રાજદ્રોહનો એફઆઇઆર નોંધાવી છે.

જાણો ગુજરાત મોડેલ પર હાર્દિક પટેલે મુખ્યમંત્રી કેવા સવાલો કર્યા!

તાપી જિલ્લાના વ્યારા પોલિસ સ્ટેશનમાં તિરંગાનું અપમાન અને પોલિસને મારવા મામલે તેની પર દેશદ્રોહનો આરોપ લગાવામાં આવ્યો છે. જે કેસના ફરિયાદી ખુદ ડીસીપી મકરંદ ચૌહાણ બન્યા હતા જે ઝોન-3ના ડીસીપી છે. ત્યારે દેશદ્રોહનો આ કેસ હાર્દિક પટેલની મુશ્કેલી વધારી દેશે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

Video: હાર્દિક પટેલ પર સુરતમાં 12 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા!Video: હાર્દિક પટેલ પર સુરતમાં 12 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા!

જો કે રવિવારે હાર્દિક પટેલની અટક બાદ તેની પર આખી રાત રાજકોટ-જામનગર હાઇ-વે પર આવેલા એસ.આર.પી કેમ્પમાં રોકવામાં આવ્યો હતો. અને ક્રિકેટરો ગયા બાદ જ તેને છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસમાં તેની પર કયા કયા આરોપ લાગ્યા છે. શું શું ધટના બની છે તે અંગે વિસ્તૃત ડિટેલ જાણો નીચેના આ આર્ટીકલમાં. અને સાથે જ જાણો દેશદ્રોહના આરોપ હેઠળ તેને શું સજા મળી શકે છે. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

હાર્દિક પટેલ પર શું આરોપ છે?

હાર્દિક પટેલ પર શું આરોપ છે?

પટેલ અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલની રવિવારે રાજકોટ ખાતે અટક કરવામાં આવી. તે ગામઠી વેશભૂષા ધારણ કરીને રાજકોટમાં રામતી વનડે મેચ જેવા જઇ રહ્યો હતો ત્યારે સુરક્ષા કારણોને જોતા ગુજરાત પોલિસે તેની અટક કરી.

રાષ્ટ્રધ્વજનું અપમાન

રાષ્ટ્રધ્વજનું અપમાન

જાણકારોના કહેવા મુજબ હાર્દિક પટેલના પગની રાષ્ટ્રધ્વજ અડ્યો હતો. વળી તેણે રાષ્ટ્રધ્વજ ઊંધો લહેરાવાનો પ્રયાસ કર્યો હતો. અને તેનો ડંડા તરીકે ઉપયોગ કર્યો હતો. જે કાયદાકીય રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન છે.

દેશદ્રોહનો આરોપ

દેશદ્રોહનો આરોપ

તાપી જિલ્લાના વ્યારા પોલિસ સ્ટેશનમાં ડીસીપી મકરંદ ચૌહાણ હાર્દિક પટેલ પર શાસનદ્રોહ અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો છે. સુરતમાં આપધાત કરવા જઇ રહેલા એક પટેલ યુવાનને હાર્દિક પટેલે તેવી સલાહ આપી હતી કે પોતે મરવા બદલે એક બે પોલિસવાળાને મારવા. જે પર મકરંદ ચૌહાણ એફઆઇઆર નોંધાવી દેશદ્રોહનો આરોપ લગાવ્યો.

દેશદ્રોહના આરોપની સજા

દેશદ્રોહના આરોપની સજા

હાર્દિક પટેલ પર લાગેલો દેશદ્રોહનો આરોપ સંગીન આરોપ છે. તે હેઠળ તેને આજીવન કેદ પણ થઇ શકે છે. વળી કેટલાક કિસ્સાઓમાં દેશનિકાળ પણ કરવામાં આવે છે.

અટક પછી શું થયું ગુજરાતમાં!

અટક પછી શું થયું ગુજરાતમાં!

જો કે હાર્દિક પટેલની અટક થતા બગસરા અને ધારી વિસ્તારોમાં પાટીદારો રસ્તા પર આવી ટાયરો બાળી તથા રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજી તરફ પોલિસ પણ સ્થિતિને કાબુમાં રાખવાના બનતા પ્રયાસ કર્યા હતા. જેના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

English summary
Sedition case filed against hardik patel in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X