નાના કાનુડા અને રાધાઓની અનોખી નવરાત્રી જુઓ તસવીરોમાં

Posted By:
Subscribe to Oneindia News

(માનસી પટેલ) અમદાવાદમાં નવરાત્રિના ચોથા નોરતે મેઘરાજાએ વિરામ લીધો હતો અને આખો દિવસ પણ વરસાદ ન પડતા ફ્લેટ, તથા એપાર્ટમેન્ટમાં જમીન કોરી થઈ ગઈ હતી. અને આ તકન લાભ લઇને બે દિવસથી વરસાદથી હેરાન થતા ગરબા પ્રેમીઓ ગત રાત્રે વરસાદ ન હોવાથી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

જાણો નવરાત્રીમાં કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરશો

હા જોકે એ વાત અલગ છે મોડી રાત્રે 3 વાગ્યાથી અમદાવાદમાં વરસાદની બેટિંગ ફરીથી શરૂ થઈ છે. આજે પાંચમી નવરાતે શું માહોલ હશે તો તો ખબર નથી, પરંતુ ખૈલેયાઓએ ગત રાતના પોતાના આ પિક્સ વન ઇન્ડિયા સાથે શેર કર્યા છે. તે જોઇએ....

તાનિયા

તાનિયા

તાનિયા નામની આ નાનકડી બાળકી જુઓ. જેને ઘરમાં જ ગરબા ગાવાનો મૂડ આવી ગયો હતો. અને તેણે તો દાંડિયા સાથે ગરબે રમવાનું પણ શરૂ કરી દીધું હતું હતો. તો વળી તેના મમ્મીએ તેનો પિક્સ લેતા સરસ મજાનો પોઝ પણ આપ્યો હતો.

મહિમા પટેલ

મહિમા પટેલ

મહિમા પટેલ નામની આ અમદાવાદી બાળકીને તો જુઓ, તેણે તો એક સરસ મજાની જગ્યા શોધીને ગરબા શરૂ કરી દીધો હતા. જેથી કોઈ તેના ગરબાની મજામાં ભંગ ન પાડે.

દાંડિયા નહીં ફુગ્ગો

દાંડિયા નહીં ફુગ્ગો

તો આ નાનકડા બાળકને ગરબા ડાંડિયા સાથે રમવામાં રસ નથી લાગતો. તે તો પોતાના ફુગ્ગા સાથે જ રમવામાં ખુશ છે.

છત્રી સાથે ગરબા

છત્રી સાથે ગરબા

તો કેટલાક બાળકોએ છત્રી અને ફૂલ ટીપટોપ ડ્રેસઅપ સાથે પણ નવરાત્રીને મઝા માણી હતી. આમ પણ બાળકો માટે નવરાત્રી એટલે સજવા, રમવાને ઝલસા કરવાના!

ઢોલી

ઢોલી

તો આ બાળક ગરબામાં ઢોલી બનીને આવ્યો છે. અને ઇચ્છી રહ્યા છે કે લોકો તેના તાલે ગરબા કરે. ત્યારે આટલા દિવસના વરસાદ બાદ બાળકોએ નવરાત્રી ખુબ જ મનથી માણી હતી.

English summary
See, photos of cute children playing navratri in ahmedabad.
Please Wait while comments are loading...