• search

સપ્ટેમ્બર 9, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

  ગુજરાત સરકારની જમ્મુ-કાશ્મીરને 5 કરોડની આર્થિક અને ફૂડ પેકેટની સહાય
  ઉત્તર ગુજરાતમાં પૂરપ્રકોપમાં સપડાયેલા અને ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરને રૂપિયા 5 કરોડની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દરરોજ 1 લાખ ફૂડ પેકેટ્સ પણ જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવશે. આ માટે રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

  gujarat-map-plain

  પાવાગઢનું દુધિયું તળાવ છલકાયું, મહાકાળી મંદિર બંધ
  હાલોલમાં આવેલા ધાર્મિક યાત્રા સ્થળ પાવાગઢ પર આવેલું દુધિયું તળાવ, છાશિયું તળાવ અને તેલિયું તળાવ ત્રણે વરસાદના નવા પાણીથી છલકાઇ ગયા છે. જેના કારણે પાવાગડ વ્યવસ્થા તંત્રએ માંચીથી આગળ મહાકાળી મંદિર જવાનો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે મહાકાળી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદમાં પણ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અધરસ્તે ફસાઇ ગયા છે.

  વડોદરા પૂર જેવી સ્થિતી
  ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રિ નદીને કિનારે આવેલા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઇ ગયા છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વર્ષ 1970 બાદ આજવા ડેમ પણ 215 ફૂટની સપાટી પ્રથમવાર વટાવી ચૂક્યો છે. વિશ્વામિત્રિ 26 ફૂટની ડેન્જર સપાટીએ વહી રહી છે.

  પાટણમાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ
  ઉત્તર ગુજરાતના પાટણમાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે પાટણની શાળાઓએ આજે રજા જાહેર કરી હતી.

  વાસણા બેરેજના વધુ દરવાજા ખોલાયા
  ઉપરવાસ અને અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના વધારે દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઇ કાલે બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે આજે 27 દરવાજા ખોલવામાં આવ્યા છે.

  જાપાનની બેંક મિઝુહો અમદાવાદમાં શાખા ખોલશે

  જાપાનના દૈનિક નિક્કેઇના એક અહેવાલ અનુસાર જાપાનની બેંક મિઝુહો આવતી વસંત ઋતુ સુધીમાં ગુજરાતના અમદાવાદમાં તેની પ્રથમ શાખા શરૂ કરશે. આ માટે જાપાનની બેંકને ભારત સરકાર તરફથી મંજુરી પણ મળી ગઇ છે. આ શાખા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી જાપાન અને ભારતના સંબંધો વધારે સુદ્રઢ બનાવવાની દિશામાં લેવાનારા પગલાંઓ પૈકી એક છે.

  mizuho-bank-japan-1

  મોરારી બાપુએ જમ્મુ-કાશ્મીરના રાહત કાર્ય માટે આપ્યું રૂપિયા 1 કરોડનું દાન
  ગુજરાતના વિશ્વવિખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ જમ્મુ - કાશ્મીરમાં પૂરપ્રકોપથી પીડિતો માટે રૂપિયા 1 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ મોરારી બાપુએ અમેરિકાના બેકર્સફિલ્ડમાં કરેલી રામકથા દરમિયાન પ્રાપ્ત થયેલી ઉત્તરાખંડ પૂર રાહત કાર્ય માટેની રૂપિયા 10 કરોડની સહાયમાંથી આપવામાં આવશે. ઉત્તરાખંડમાં રાહત કાર્ય ચાલુ છે એટલે તેમાંથી એક કરોડની રકમ જમ્મુ કાશ્મીરમાં રાહતકાર્ય પાછળ ખર્ચવામાં આવશે. આ રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવશે.

  ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં આનંદીબેન સામે ફરિયાદ નોંધાવી
  ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા આનંદીબેન પટેલે તાજતરમાં તળાજામાં એક ચૂંટણી સભાને સંબોધતા કરેલી ટિપ્પણી સામે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાત કોંગ્રેસની ઇલેક્શન કોર્ડિનેશન કમિટીના બાબુબાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે ત્યારે આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં આનંદીબેને પોતાના ભાષણમાં ડેરી ઉદ્યોગના સંદર્ભમાં વિવિધ યોજનાઓ અંગે વાત કરી હતી જેમાં રૂપિયા 5 લાખની સહાયનો પણ સમાવેશ થાય છે. તે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

  લાંચ કેસમાં નારાયણ સાંઇના જામીન નામંજુર
  આસારામના પુત્ર નારાયણ સાંઈ પર ચાલી રહેલા લાંચ કેસમાં આરોપી નારાયણ સાંઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. નારાયણ સાંઈ પર સુરતની યુવતી પર બળાત્‍કાર પ્રકરણમાં ઢીલી કાર્યવાહી કરવા નારાયણ સાંઈના લોકો તરફથી રૂપિયા 10 કરોડની લાંચ આપવાનું ષડયંત્ર રચાયું હતું. નારાયણ સાંઈ બળાત્‍કાર કેસ અને લાંચ કેસ બંને એકબીજાની સંલગ્‍ન છે.

  અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો અંતિમ તબક્કામાં પહોંચ્યો
  51 શક્તિપીઠ પૈકી ગુજરાતમાં આવેલી એક શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમનો મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. ભાદરવી પૂનમનો મહામેળો 3 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. અંબાજી દેવસ્‍થાન ટ્‍ર્‌સ્‍ટના સુત્રો તરફથી મળેલ જાણકારી પ્રમાણે 7 સપ્‍ટેમ્‍બર સાંજના 4.30 વાગ્‍યા સુધીમાં મંદિરને રૂપિયા 2.10 કરોડ ભેટ, 2984 ધજાઓ મળી, 6,40,747 પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું, 1,83,459 યાત્રિકોએ વિનામુલ્‍યે ભોજન પ્રસાદનો લાભ લીધો અને 18,68,914 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે.

  English summary
  September 9, 2014 : News highlights of Gujarat.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more