ગરમીના પારા સામે જીત્યો મતદાતાનો જુસ્સો, તૂટ્યા જૂના રેકોર્ડ

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલઃ લોકસભા ચૂંટણી 2014 માટેનું સાતમા તબક્કાનું મતદાન ગુજરાતમાં પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં મતદાતાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ભારે મતદાન કરતા રાજ્યમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું હોવાની ધારણા છે. આ સાથે જ છેલ્લી ત્રણ ટર્મમાં કરવામાં આવેલા મતદાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

રાજ્યમાં સવારના સાતના ટકોરેથી જ મતદાન શરૂ થઇ ગયું હતું, એકાદ બે નાના છમકલાને બાદ કરતા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું છે. એક તરફ સખત ગરમી હતી અને પારો 43ને પાર પહોંચી ગયો હતો, તો બીજી તરફ મતદાતાઓમાં મત આપવાના ઉત્સાહનો પારો પણ ઉંચો ચઢ્યો હતો, જેના કારણે રાજ્યએ રેકોર્ડબ્રેક મતદાન નોંધાવ્યું છે. છેલ્લી ત્રણ ટર્મની વાત કરવામાં આવે તો 1999માં 47.03 ટકા, 2004માં 45.18 ટકા,2009માં 47.09 ટકા મતદાન થયું હતું, જ્યારે 2014માં 60 ટકા જેટલું મતદાન થયું છે.

આ દરમિયાન રાજ્યના ઘણા એવા મતદાન મથકો હતા જ્યાં ઇવીએમ મશીનમાં ખરાબી આવી હતી, તો કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા નહીં હોવાના મુદ્દાને આગળ ધરીને મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ મતદાન મથકોમાં અધિકારીઓ દ્વારા સમજાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પણ મતદાતાઓ દ્વારા પોતાના મતના અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.જો તેમણે મતદાન કર્યું હોત તો રાજ્યમાં મતદાનનો આંકડો ઘણો વધુ આવ્યો હોત. રાજ્યમા જે મતદાન કરવામાં આવ્યું છે, તેનાથી એ પણ સાબિત થાય છે કે જનતા દેશમાં એક મજબૂત સરકારની રચના કરવા માગે છે. બીજી તરફ મોદી દ્વારા પત્રકારોને સંબોધિત કરતી વેળા હાથમાં કમળનું નિશાન દર્શાવ્યું હતું જેને લઇને ફરિયાદ કરવામાં આવી હતી, જે સબબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

6.49 pm
સાબરકાંઠામાં હજું પણ મતદાન ચાલું
38 મતદાન મથકો પર લાંબી કતારોના કારણે મતદાન ચાલું છે.
પોરબંદરમાં 43.64, ગાંધીનગરમાં 52.10, સુરેન્દ્રનગરમાં 47, ભાવનગરમાં 54, સાબરકાંઠામાં 61, બનાસકાંઠામાં રાજકોટમાં 51.17, બારડોલીમાં 67.61, છોટાઉદેપુરમાં 64, નવસારીમં 65.04, દાહોદમાં 65 ટકા, પંચમહાલમાં 60, આણંદમાં 65, જામનગરમાં 49 ટકા, પાટણમાં 46, અમરેલીમાં 49 ટકા મતદાન નોંધાયું છે.

6.00 pm
ગુજરાતમાં છ વાગ્યા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન થયું હોવાની ધારણા લગાવવામાં આવી છે. ગાંધીનગરમાં 52 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. આચાર સંહિતા બદલ વડોદરામાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

5.53 pm
નરેન્દ્ર મોદી સામે ફરિયાદ નોંધાઇ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મોદી સામે આચારસહિંતા ભંગની ફરિયાદ નોંધાઇ છે.
બરવાળાના નાવડામાં બોગસ મતદાનને લઇને અથડામણ, ત્રણ લોકો ઘાયલ, પોલીસ ઘટના સ્થળે પહોંચી.

5.45 pm
છેલ્લા એક કલાકમાં 4 ટકા જેટલું મતદાન થયું
સુરતમાં 54 ટકા, નવસારીમાં 62 ટકા, વલસાડમાં 56.4 ટકા, અમરેલીમાં 48.11 ટકા, મહેસાણામાં 60.84 ટકા, કચ્છમાં 52.17 ટકા, જુનાગઢમાં 55.95 ટકા, આણંદમાં 59.95 ટકા ભરૂચમાં 61.96 ટકા, દાહોદમાં 59.2 ટકા, પોરબંદરમાં 43.67 ટકા મતદાન કરવામાં આવ્યું છે.

5.31 pm
ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આચારસંહિતા ભંગ કરવાના મામલામાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરમાં પાંચ વાગ્યા સુધીમાં 49.22 ટકા મતદાન
વલસાડમાં 56.9 ટકા મતદાન
રાજકોટમાં 55.35 ટકા મતદાન

5.21 pm
છોટા ઉદેપુરમાં 55.58 ટકા મતદાન
પોરબંદરમાં 43.67 ટકા મતદાન, બનાસકાંઠાના ડીસામાં 49.82 ટકા મતદાન
નસવાડીના કુંડા ગામમાં મતદાનનો બહિષ્કાર, અધિકારીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ.

5.00 pm
પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતમાં 55 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીનો પારો અપ હોવા છતાં પણ મતદાતાઓનો ઉત્સાહ ઓછો થયો નથી.
સુરતમાં લિંબાયત વિસ્તારમાં 94 વર્ષિય મહિલાનું મતદાન કર્યા બાદ અવસાન.

4.21 pm
વડોદરાના ફતેહગંજ વિસ્તારની મહારાણા પ્રતાપ સ્કૂલની ઘટના.
ચૂંટણી કર્મચારીએ ભાજપને મત આપવાનું કહેતા મામલો બિચકાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી.
દાહોદમાં 2009નો રેકોર્ડ થયો, 2009માં 47 ટકાની આસપાસ મતદાન થયું હતું, જ્યારે દાહોદમાં ત્રણ વાગ્યા સુધીમાં જ 47 ટકા મતદાન થઇ ગયું છે.

4.00 pm
રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 51 ટકા મતદાન, છેલ્લી ત્રણ ટર્મનો રેકોર્ડ તૂટ્યો, છેલ્લા કલાકમાં આઠ ટકા મતદાન નોંધાયું.
1999માં 47.03 ટકા
2004માં 45.18 ટકા
2009માં 47.09 ટકા
પુરુષો દ્વારા 46.56 ટકા મતદાન, મહિલાઓ દ્વારા 36.13 ટકા મતદાન કરવામાં આવ્યું છે. પંચમહાલમાં 41.48 ટકા મતદાન. જામનગરમાં 41 ટકા મતદાન., આણંદમાં 50 ટકા મતદાન, અમદાવાદ પૂર્વમાં 50 અને અમદાવાદ પશ્ચિમમાં 47 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં 47.85 ટકા મતદાન થયું છે.

3.46 pm
રાજકોટમાં 43 ટકા, નવસારી 55, ભરૂચમાં 50 ટકા મતદાન, મેહસાણા 52.60 ટકા મતદાન, બનાસકાંઠામાં 42.60 ટકા મતદાન, અમેરલીમાં 39 ટકા મતદાન, પોરબંદરમાં 35 ટકા મતદાન
રાજ્યના ડીજીપીની સ્પષ્ટતા, ઈસી પાસેથી મળેલી ગાઇડ લાઇન મળી ગઇ છે. અભ્યાસ બાદ પોલીસ કમિશનરને સુચના અપાશે. રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ શકે છે.

3.33 pm
ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ભારે મતદાન થયું છે. લોકસભાની તમામ બેઠકો પણ મોટી માત્રમાં મતદાતાઓ મત આપવા આવી રહ્યાં છે. ત્રણ વાગ્યા સુધીના આકડાં દર્શાવે છેકે ત્રણ કલાક પહેલા જ 2009ના કુલ આંકડાંને આંબી દીધો છે. 2009માં 47.93 ટકા મતદાન થયું હતું, જ્યારે 2014ની ચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં 43 ટકા મતદાન થયું છે.
ત્રણ વાગ્યા સુધીમાં મતદાન
ભાવનગરમાં 43 ટકા, બનાસકાંઠામાં 42.60 ટકા, વલસાડ 56.93, ખેડામાં 45.93, સાબરકાંઠામાં 45 ટકા, કચ્છમાં 44.60 ટકા દાહોદમાં 47 ટકા, વડોદરામાં 59 ટકા

3.14 pm
જામનગર 32.91, વડોદરા 50 ટકા, છોટાઉદેપુર 46.45 ટકા, ભરૂચ 35.33 ટકા, બારડોલી 40 ટકા, સુરત 35.26 ટકા, નવસારી 55 ટકા, વલસાડ 42.80 ટકા, ખેડા 33.14, સુરેન્દ્રનગરમાં 41 ટકા મતદાન, જુનાગઢ 38.80 ટકા

પાલનપુરમાં પોલિંગ ઓફિસર પ્રશેજ પટેલની તબિયત લથડી
પ્રજેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા


3.03 pm
ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 43 ટકા મતદાન
બારડોલી 36.02, મેહસાણા 40.51, અમદાવાદ પૂર્વ 33.89, પોરબંદર 28.33, ખેડા 33.14, છોટાઉદેપુર 44.31, અમદાવાદ પશ્ચિમ 31.07, સુરેન્દ્રનગર 33.15 ટકા મતદાન
ચાર ગામોમાં 0 ટકા મતદાન, ડેમના મુદ્દે મતદાનનો બહિષ્કાર, વલસાડના ધરમપુર ગામનો બનાવ, અધિકારીઓ લોકોને સમજાવવા માટે પહોંચ્યા.

2.53 pm
અમદાવાદઃ કે.કા. શાસ્ત્રી કોલેજ ખાતે હોબાળો
પોલીસે કાર્યકર્તાઓને બાજુએ બેસાડી દીધા
ચૂંટણીકર્મીઓ ધીમુ મતદાન કરાવી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો.
તાપીમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન

2.10 pm
2 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન
સુરતઃ બનાવેલું ભોજન બગડી જતાં ચૂંટણીમાં જોડાયેલા કર્મીઓ ભૂખ્યા રહ્યાં
અમદાવાદમાં 32 ટકા મતદાન
બનાસકાંઠા 36 ટકા મતદાન
ખેડબ્રહ્મામાં 52.61 ટકા મતદાન
મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા ગુજરાત ડીજીપી અને મુખ્ય સચિવ અધિકારીને ચૂંટણી પંચે આપ્યો આદેશ

2.06 pm
સાબરકાંઠા 53 ટકા મતદાન
ગાંધીનગરમાં 38 ટકા મતદાન
રાજકોટમાં 34 ટકા મતદાન
લાલ કૃષ્ણ અડવાણી
આજે ભારતની સંસદના આ ક્ષેત્ર માટે ચૂંટણી થઇ રહી છે. વિશ્વભરની પાર્લામેન્ટમાં ભારતની પાર્લામેન્ટ સૌથી મોટી છે, તેથી આજે જેટલા લોકો ભારતની સંસદ માટે મતદાન કરે છે, તેમને પોતાને ભાગ્યશાળી માનવા જોઇએ.

1.49 pm
જામનગરમાં 32.91 ટકા મતદાન
મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ, મોદીએ કમળનું નિશાન દર્શાવ્યું હતું, જેની ફરિયાદ કોંગ્રેસે કરી હતી, જેની ગંભીરતાથી નોંધ લેતા કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

1.30 pm

1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 33 ટકા મતદાન
પંચમહાલમાં 32.33, દાહોદમાં 40.87, સુરતમાં 35.26, વલસાડમાં 42 ટકા, ભરૂચમાં 32.67, જુનાગઢમાં 33, કચ્ચમાં 34.41, વડોદરામાં 42, નવસારીમાં 40, અમેરલીમાં 33.09, ભાવનગરમાં 36, આણંદમાં 38.86 ટકા મતદાન 1 વાગ્યા સુધીમાં થયું છે.

12.20 pm
12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 ટકા મતદાન
પાટણમાં 20.22 ટકા, મહીસાગરમાં 19.68 ટકા મતદાન
રાજકોટઃ એરપોર્ટ રોડ પર કોંગ્રેસના જ્યોત્સાબેન ભટ્ટે મતદાન મથકે માથાકૂટ કરી હતી.

12.11 pm
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક કાણેટી ગામના બૂથ નંબર 77-78માં એપીએમસીના ચેરમેને બોગસ વોટિંગનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી.
અમદાવાદઃ શહેર કોટડા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
ગીર સોમનાથઃ રાજેશ ચુડાસમાએ મતદાન કર્યું
બેચરાજીમાં રજનીકાંત પટેલે કર્યું મતદાન
અમદાવાદઃ અડવાણી મતદાન કર્યું

11.58 am

રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 19.1 ટકા મતદાન
ગોંડલમાં 11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન
રાજ્યપાલ કમલા બેનીવાલે મતદાન કર્યું
અમરેલીઃ ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડિયાએ મતદાન કર્યું
બનાસકાઠાં ડિસામાં પાંચ કલાકમાં 24.68 ટકા મતદાન
કચ્છમાં 11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન
પાલનપુરમાં કલાલપુરા પોલિંગબુથ પર હંગામો, પોલિંગ ઓફિસરે વુદ્ધાને ભાજપનું બટન દબાવડાવતા થઇ બબાલ
બેચરાજીઃ ગૃહમંત્રી
સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે કર્યું મતદાન

11.46 am

રાજકોટ જિલ્લામાં મોકપોલ વખતે મત આપ્યા બાદ ઈવીએમમાંથી બીપ અવાજ ન આવતા પાંચ ઈવીએમ બદલવા પડયા હતાં.
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીનાં જણાવ્યા મુજબ ધોરાજીમાં બે, જસદણમાં બે અને વાંકાનેરમાં એક ઈવીએમ બદલાવવા પડયા હતાં. જો કે, આ મુશ્કેલી મોક પોલ વખતે પડી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન કયાંય કોઈ ખામી જોવા મળી ન હતી.

વડોદરામાં આજે રાજવી પરિવારે મતદાન કર્યુ હતુ.રાજવી પરિવારના તમામ સભ્યો આજે સવારે જ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.
વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ રાજમાતા શુભાંગીની દેવી,યુનિવર્સિટીના ચાન્સેલર અને રાજવી પરિવારના સભ્ય મૃણાલીનીદેવી પુઆરે મહારાણી શાંતાદેવી હોસ્પિટલ પાસે આવેલા મતદાન મથક પર મતદાન કર્યુ હતુ.

જે સવારે રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી L & T કંપનીના 1000 કર્મચારીઓ પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસ્મા લાગુ કરતા તેનો વિરોધ દર્શાવ્યો છે અને મતદાન ન કરવાની વાત કરી છે.

રાજકોટ લોકસભા બેટક પર મતદાનનાં પ્રારંભથી બે કલાક દરમ્યાન મતદાર ઓલખકાર્ડ ન મળ્યાની, ફોટોવાળી મતદાર કાપલી ન મળ્યાની 35 ફરિયાદો મળી હતી. જેમાં નવા રાજકોટમાં સાધુ વાસવાણી રોડ સહિતનાં વિસ્તારોમાંથી વધુ ફરિયાદો મળી હતી. જિલ્લા ચૂંટણી તંત્રએ કાસ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

11.16
વલસાડમાં બુથ નંબર 110 પર દોઢ કલાકથી ત્રણ ઇવીએમ મશીન બગડ્યા
અમદાવાદઃ સરસપુરની સૈફી સોસાયટીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
અમદાવાદના વેજલપુરમાં સવારે 10.50 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન, લોકો સવારે પોણા સાત વાગ્યાથી જ લાઈનો લગાવીને મત આપવા ઉભા રહી ગયા હતા
કેશુભાઇ પટેલઃ મોદી લહેર છે. મોદી લહેર દેખાય છે. કોઇ એવું કહે કે લહેર નથી. તેને કહેવાની જરૂર શા માટે પડી. લોકસભામાં ભાજપ છવાઇ જશે, પૂર્ણ બહુમત નહીં મળે, પરંતુ એનડીએની સરકાર બનશે. ગુજરાતનો અનુભવ કામે લાગશે. ચૂંટણી વખતે એકઠા થાય છે, મોદીની સભા પહેલા પણ સારી થઇ રહી હતી. સૌરાષ્ટ્રમાં સારમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે.


11.00 am

અમદાવાદ શીલજના મતદાન મથકે ઇવીએમ ખોરવાયું
સુરતમાં 10 ઇવીએમ ખોટવાયા, બગડેલા 27 ઇવીએમ બદલવામાં આવ્યા
વલસાડમાં વરરાજાએ મતદાન કર્યું
રાજ્યમાં ત્રણ કલાકમાં મતદાનની ટકાવારી
આઠ વાગ્યે 4 ટકા, નવ વાગ્યે 7.8 ટકા અને 10 વાગ્યે 15 ટકા મતદાન

10.49 am
ગુજરાતમાં 10 વાગ્યા સુધીમાં 15 ટકા મતદાન
બપોર પહેલા મતદાનમાં નોંધપાત્ર વધારો
ડીસામાં ત્રણ કલાકમાં 12 ટકા મતદાન
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જોઇતારામ પટેલે કર્યું મતદાન
ઉંઝા દાંતરડી સ્કૂલમાં મતદારો વચ્ચે મારામારી
કલોલમાં નવ વાગ્યા સુધીમાં 14 ટકા મતદાન
દમણમાં નવ વાગ્યા સુધીમાં 14. 35 ટકા મતદાન

10.27 am
સુરતઃ સિટીલાઇટ વિસ્તારમાં 14 બુથો પર વરઘોડો કાઢીને લોકોને મત આપવા માટે અપીલ કરવામાં આવી.
રાજોકટઃ મોહન કુંડારિયાએ મતદાન કર્યું, ભાજપના ઉમેદવાર કુંડારિયાએ મોરબીથી મતદાન કર્યું છે.
અમદાવાદઃ ખોખરા મ્યુ.શાળામાં મોડું મતદાન
વડોદરામાં મતદાર યાદીમાં છબરડો, મતદાર યાદીમાંથી નામ ગાયબ થતા લોકોમાં રોષ
ગાંધીનગરઃ બે કલાકમાં 11.23 ટકા મતદાન
રાજકોટ અને પોરબંદરમાં ઇવીએમ મશિન ખોરવાયું
છોટાઉદેપુર સંખેડાના ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર, પ્રાથમિક સુવિધાના કારણે કર્યો બહિષ્કાર
જુનાગઢઃ ભવનાથમાં સાધુ સંતોએ કર્યુ મતદાન

10.09 am
ગાંધીનગરમાં નિરુત્સાહ મતદાન
અત્યારસુધીમાં માત્ર 2 ટકા મતદાન
અમિત શાહે કહ્યું છેકે, જ્યાં સુધી આ ચૂંટણીનો સવાલ છે, જનતા ત્રાહિમામ થઇ છે, આ સરકાર દર મોરચે નિષ્ફળ થઇ છે અને હું બધાને એક જ અપીલ કરું છું અબકી બાર મોદી સરકાર.

10.00 am

ભરૂચ જિલ્લામાં 7.45 ટકા, અંકલેશ્વરમાં 9.68 ટકા મતદાન
ભુજમાં 10.25 ટકા મતદાન
સાબરકાઠામાં 8.24 ટકા મતદાન, દાહોદમાં 8.27 ટકા મતદાન
નવસારી જિલ્લામાં 9.35 ટકા મતદાન
વલસાડ જિલ્લામાં 8.14 ટકા મતદાન
નવસારીઃ આરસી પટેલે કર્યું મતદાન, આરસી પટેલ ગુજરાત વિધાનસભાના ઉપદંડક છે.
અમદાવાદઃ અમિત શાહે કર્યું મતદાન

9.40 am
નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, મોદીએ ગાંધીનગર બેઠક પરથી કર્યું મતદાન, તેમણે રાણીપ ખાતે મતદાન કર્યું છે.
નરેન્દ્ર મોદીના માતા હિરાબેને પણ સવારમાં મતદાન કર્યું છે.
વડોદરામાં 9 વાગ્યા સુધીમાં 17 ટકા
આણંદ જિલ્લામાં 11.43 ટકા, આણંદ શહેરમાં 13.51 ટકા, ખેડામં 8 ટકા, અમદાવાદમાં પ્રથણ કલાકમાં 5.4 ટકા, જુનાગઢમાં 19 ટકા, મહેસાણામાં 12 ટકા, પાટણમાં 8.1 ટકા, પંચમહાલમાં 6.13 ટકા મતદાન નવ વાગ્યા સુધીમાં થયું છે.

8.20 am
કિરીટ સોલંકીના મતદાન મથકનું ઇવીએમ ખોરવાયું. ટેક્નિકલ ખામી સાર્જાઇ
જુનાગઢમાં એક કલાકમાં 10 ટકા મતદાન

8.00 am
મતદાન માટે સવારથી જ લાંબી લાઇન
ગુજરાતની 26 લોકસભાની અને 7 વિધાનસભાની બેઠકો પર મતદાન
મોટામોટા દિગ્જજોએ મતદાન કર્યું છે
ગુજરાતમાં મતદાનનો એક કલાક પૂર્ણ
વડોદરામાં મધુસુદન મિસ્ત્રીએ કર્યું મતદાન
સુરતમાં મખસુદ મિર્ઝાએ કર્યુ મતદાન
સુરતમાં ભાજપના નવસારીના ઉમેદવાર સી આર પાટીલે મતદાન કર્યું
રાજકોટમાં પ્રથમ એક કલાકમાં 7 ટકા મતદાન

7.25 am:
સુરતમાં દર્શનાબેને કર્યુ મતદાન
ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન
દાહોદમાં પ્રભાબેન તાવિયાડે કર્યું મતદાન
અમદાવાદમાં અનિતા કરવાલે પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કર્યું
દમણઃ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કર્યું મતદાન
અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર કિરીટ સોલંકીએ કર્યું મતદાન
જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયાએ મતદાન કર્યું
રાજકોટઃ વજુભાઇ વાળાએ મતદાન કર્યું
ખેડામાં દિનશા પટેલે કર્યું મતદાન

lok-sabha-election-valsad
ગુજરાતની 26 બેઠકો અંગે વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠક ખાતે મતદાન થઇ રહ્યું છે.

English summary
seven phase voting of lok sabha election in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X