તે પહેલાં પણ પ્રેમ કરતી હતી, અને હંમેશા કરતી રહેશે: નારાયણ સાંઇ
સુરત, 10 ડિસેમ્બર: બળાત્કારના આરોપી નારાયણ સાંઇના સનસનીખેજ ખુલાસો કર્યો છે. સૂરતના ન્યૂ સિવિલ હોસ્પિટલમાં નિયમિત મેડિકલ ચેકઅપ માટે આવેલા નારાયણ સાંઇએ ખુલાસો કર્યો છે કે પીડિતા પ્રત્યે આજે પણ તેના મનમાં નફરત નથી, જો કે નારાયણ સાંઇના આ નિવેદન પર પીડિતાનો જવાબ છે કે કાલે પણ નારાયણ સાંઇને નફરત કરતી હતી અને આજે પણ કરે છે અને હંમેશા કરતી રહેશે.
હોસ્પિટલમાં નિયમિત તપાસ માટે આવેલા નારાયણ સાંઇએ ચેકઅપ કરાવ્યા બાદ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે તેનો કોઇ અંદાજો ન હતો. પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં પહોંચેલા નારાયણ સાંઇને પુછવામાં આવ્યું કે બળાત્કારના આરોપ અંગે તેમનું શું કહેવું છે તો નારાયણ સાંઇએ કહ્યું કે 'તે કાલે પણ મને પ્રેમ કરતી હતી, આજે પણ પ્રેમ કરે છે, આજે પણ મારા ચિત્તમાં તેના માટે કોઇ નફરત નથી.'

નારાયણ સાંઇના આ સનસનીખેજ નિવેદન વિશે સાંભળતાં જ બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા દંગ રહી ગઇ. પીડિતાએ નારાયણ સાંઇના નિવેદનનું ખંડન કરતાં મીડિયા સમક્ષ કહ્યું કે નારાયણ સાંઇનું આ નિવેદન તેને માનસિક રીતે ત્રાસ આપનાર હતું.
પીડિતાએ કહ્યું કે 'આ પહેલાં પણ મારું ખૂબ શારીરિક શોષણ કર્યું છે અને આજે તે મને માનસિક રીતે હેરાન કરવા માંગે છે, જેથી મારી હિંમત તૂટી જાય, એટલા માટે મનગઢંત નિવેદન આપી રહ્યાં છે.' પીડિતાએ કહ્યું કે તે મને પરોક્ષ રીતે આવી વાતો કરીને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પરેશાન કરવા માંગે છે. હું પહેલાં પણ તેને નફરત કરતી હતી, અને આજે પણ નફરત કરું છું અને ભવિષ્યમાં આવું વિચારી શકું નહી કે આવા વ્યક્તિને પ્રેમ કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
