શાહરુખ ખાન હાજીર હો! વડોદરા ફિલ્મ પ્રમોશન મામલો

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને વડોદરાની રેલ્વે પોલીસે હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. નોંધનીય છે કે શાહરૂખ ખાન તેમની ફિલ્મ રઇસના ફિલ્મ પ્રમોશન માટે ટ્રેન દ્વારા જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર અફડાતફડીના કારણે એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. જે બાદ આ અંગે વધુ તપાસ માટે રેલવે પોલીસે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને તેડું મોકલ્યું છે. સાથે જ આ ફિલ્મનું તે સમયે પ્રમોશન કરી રહેલ એક્સલ એન્ટરટેઇનમેન્ટ નામની ઇવેન્ટ કંપનીને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે.

srk vadodara

Read also: આ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન

ત્યારે હાલ તો શાહરૂખ ખાનને એક અઠવાડિયાની અંદર વડોદરા રેલ્વે હાજર થવાનું ફરમાન જાહેર થયું છે. ત્યારે જોવાનું તે રહે છે કે શું શાહરૂખ ખાન એક અઠવાડિયામાં વડોદરામાં હાજર રહેશે કે પછી વકીલ દ્વારા બધુ કામ પતાવી દેશે. નોંધનીય છે કે આ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરામાં ભારે ભાગદોડ મચી હતી. જેના લીધી કરીને ફરીદ ખાન નામના પૂર્વ નગરસેવરનો હદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. જો કે આ બાદ શાહરૂખ ખાને આ વાત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. પણ તેમના મોત પછી આ મામલો ખૂબ જ ચગ્યો હતો.

raees death
English summary
Shahrukh khan summoned by Vadodara Rail Police, for the case of Film Raees pramotion. Read more on it.
Please Wait while comments are loading...