For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ, હાઈ કમાન્ડને કહ્યુ - હળવી જવાબદારી આપો

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે કહ્યુ છે કે તે બિહાર પ્રભારીના પદ પર નથી રહેવા માંગતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે કહ્યુ છે કે તે બિહાર પ્રભારીના પદ પર નથી રહેવા માંગતા. આના માટે તેમણે પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે તેમને આ પદ પરથી મુક્ત કરી દેવામાં આવે અને કોઈ હળવી જવાબદારી સોંપવામાં આવે. બિહાર કોંગ્રેસ પ્રભારી અને સાંસદ શક્તિસિંહ ગોહેલે પોતાના ટ્વિટમાં કહ્યુ કે વ્યક્તિગત કારણોસર મે કોંગ્રેસ હાઈકમાન્ડને ભલામણ કરી છે કે મને હળવી જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારમાંથી મુક્ત કરવામાં આવે.

Shaktisinh Gohil

શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં કોંગ્રેસના સૌથી મોટા નેતા છે. તે અત્યારે રાજ્યસભા સાંસદ છે. ગુજરાત સરકારમાં તેઓ મંત્રી અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. ગયા વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ પાર્ટીના પ્રભારી હતી. તે ચૂંટણીાં કોંગ્રેસનુ પ્રદર્શન બહુ સારુ નહોતુ રહ્યુ. બિહારમાં 70 વિધાનસભા સીટો પર લડેલી કોંગ્રેસ 19 સીટો પર જીત મેળવી શકી હતી. સહયોગી દળો સાથે સાથે ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ પાર્ટીના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યુ હતુ કે કોંગ્રેસના પ્રદર્શનના કારણે જ ગઠબંધન સરકાર બનાવી શક્યા નહિ.

એવામાં શક્તિસિંહ ગોહિલ તરફ પણ આંગળી ચિંધાઈ હતી. હવે તેમણે ખુદ આ પદને છોડવાની રજૂઆત કરી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની રજૂઆત પર નિર્ણય લેશે. માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલે પોતાની તબિયતનો હવાલો આપીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આગ્રહ કર્યો છે કે તેમના બિહારના પ્રભારી પદેથી હટાવવામાં આવે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા શક્તિ સિંહ ગોહિલ કોરોના પૉઝિટીવ થઈ ગયા હતા અને તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદથી તે સાર્વજનિક જીવનમાં પહેલાની જેમ પાછા આવ્યા નથી.

ગુજરાતઃ શૈક્ષણિક સંસ્થાઓને બસો પરના વાહનવેરામાં અપાઈ છૂટગુજરાતઃ શૈક્ષણિક સંસ્થાઓને બસો પરના વાહનવેરામાં અપાઈ છૂટ

English summary
Shaktisinh Gohil request Congress high command to relief from Bihar incharge post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X