જન વિકલ્પ એક પાર્ટી નથી મોરચો છે: શંકર સિંહ વાઘેલા

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે અમદાવાદ ખાતે મોટી જાહેરાત કરી હતી. નોંધનીય છે કે લાંબા સમયથી જન વિકલ્પ નામે હોર્ડિંગ અને બોર્ડ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ અંગે સ્પષ્ટતા વાઘેલાએ આજે તેમની પ્રેસ કોન્ફર્ન્સમાં આપી હતી. અમદાવાદ ખાતે જન વિકલ્પ અંગે સ્પષ્ટતા કરતા વાઘેલાએ કહ્યું હતું કે જન વિકલ્પ કોઇ પાર્ટે નહીં એક મોરચો છે. વધુમાં તેમણે કહ્યું કે હું હવે ભાજપ અને કોંગ્રેસ બન્નેથી મુક્ત છું. હું કોઇ રાજકીય પાર્ટીમાં નહીં જોડાઉ પણ અનેક પ્રોફેશનલ સર્વે તમામ પાર્ટીઓથી લોકોના અસંતોષની વાત જોવા મળી છે. પ્રજા ભાજપ અને કોંગ્રેસ બન્નેથી કંટાળી છે. તેમણે કહ્યું કે જે લોકો સરકાર ,ભાજપ અને કોંગ્રેસ થી કંટાળેલા છે એવા જન વિકલ્પ મોરચામાં આવશે.

sankarsinh vagehla

નોંધનીય છે કે જ્યાં બાપુના તમામ સમર્થકો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે ત્યારે બાપુના દિકરા મહેન્દ્ર સિંહ આજદિન સુધી ભાજપમાં નથી જોડાયા ત્યારે એક વાત એવી પણ સામે આવી રહી છે કે, જન વિક્લ્પની સંપૂર્ણ જવાબદારી મહેન્દ્ર સિંહના હાથમાં રહેશે અને તેનો દોરી સંચાર બાપુ પાસે રહેશે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ તેમની સ્પીચમાં અન્ય કયાં મહત્વના મુદ્દા લીધા વિગતવાર જાણો અહીં.

 • હું ભાજપ અને કોંગ્રેસ બંને માંથી મુક્ત છું
 • કોઈ રાજકીય પાર્ટી માં નઈ જોડાઉ પણ રાજકારણ નઈ છોડું.
 • પ્રોફેશનલ સર્વે માં લોકો નો અસંતોષ જોવા મળ્યો, પ્રજા ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી છે.
 • આ કોઈ પાર્ટી નથી પરંતુ એક મોરચો છે.
 • જે લોકો સરકાર ,ભાજપ અને કોંગ્રેસ થી કંટાળેલા છે એવા જન વિકલ્પ મોરચામાં આવશે.
 • હું ભાજપ અને કોંગ્રેસ ની વાત અને ટીકા કરીશ. નહીં કે મોદી, અમિત શાહ, સોનિયાજી કે રાહુલજી ની
 • હું વ્યક્તિગત ટીકા ટિપ્પણી નહીં કરું
 • મેં ગયા વર્ષથી કોંગ્રેસ મોવડીમંડલને સચેત કર્યા હતા
 • કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને મેં નથી મોકલ્યા
 • કોંગ્રેસ ના દિલ્હીના મોવડીમંડલે મોકલ્યા છે
 • મેં બધા જ ધારાસભ્યોને ભાજપમાં જવાની ના પાડી હતી
 • રાજ્યસભામાં કોંગ્રેસ ને મારા મત ની જરૂર નહતી
 • મારા વર્ષોના અનુભવથી જાણવા મળ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યસભા ની ચુંટણીમાં સેટિંગ થયું હતું
 • રાજ્યસભાની ચૂંટણી ના વિવાદમાં ચૂંટણી કમિશનનો કોઈ રોલ જ નહતો
 • 2017 માં જન વિકલ્પ નો પ્રયોગ થઈ રહ્યો છે 
 •  રાજકીય પાર્ટીનું હાઈ કમાન્ડ કાર્યકરો નું શોષણ કરે છે
 • કોઈ મહિલા કાર્યકરનું શોષણ કરીને રાજ્યસભામાં મોકલાય છે
 • બધી પાર્ટીઓ સરખી છે
 • મેં 20 વર્ષ પહેલાં કહ્યું હતું કે પ્રજા મારી હાઈ કમાન્ડ છે
 • ગુજરાતમાં ત્રીજો વિકલ્પ નથી ચાલતો એ એક ખોટી વાત છે
 • બેરોજગારી એ સૌથી મોટો મુદ્દો છે.
 • યુવાનોને રોજગાર નહિ મળે તો તેઓ અવળા માર્ગે જતા રહેશે
 • પ્રશ્ન આપણો, ઉકેલ આપણો, વિકલ્પ આપણો અને સરકાર પણ આપણી
 • આ સૂત્ર છે જન વિકલ્પ મોરચા નું
 • 7878980000. મિસ કોલ કરીને જોડાવા માટે
English summary
Shankersinh Vaghela, a former chief minister and former leader of the opposition in Gujarat is formerly associated with the 'Jan Vikalp' forum on Tuesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.