જાપાનના પીએમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આજે ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. શિન્ઝો આબેને એરપોર્ટ રિસિવ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે અમદાવાદમાં હાલ વરસાદી વાતાવરણ સર્જાયું છે. નોંધનીય છે કે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે 3:30 અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે બીજી વાર ગુજરાત એશિયાના કોઇ વૈશ્વિક નેતાનું સ્વાગત કરી રહ્યું છે. આ પહેલા ચીની રાષ્ટ્રપતિ જિંનપિંગ પણ અમદાવાદ આવી ચૂક્યા છે. વધુમાં જાપાનના વડાપ્રધાન દેશની રાજધાની જવાના બદલે સીધા ગુજરાતની મુલાકાત આ વખતે લીધી છે. 

japan pm

5:30 PM જાપાનના વડાપ્રધાન અને તેમની પત્નીએ ગાંધીજીની ત્રણ વાંદરાવાળી પ્રતિમાને પણ જોઇ. જે અંગે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને જાણકારી આપી. 

5:15 PM અમદાવાદમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની અકી એબેએ સાબરમતી આશ્રમની મુલાકાત પોથીમાં વર્ણાવ્યા પોતાના અનુભવ. સાથે જ ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિને પણ જોઇ.

4:52 PM સાબરમતી રિવરફ્રન્ટ પાસે જિંનપિંગની જેમ જ જાપાનના પીએમ શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠા શંખેડાના સોફા પર. માણ્યો રિવરફ્રન્ટનો નજારો. 

Pm modi and abe

4:50 PM પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમને જણાવ્યું કેવી રીતે કંતાય રેટિયો.

4:45 PM અહીં પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેએ આપી ગાંધીજીની મૂર્તિને શ્રદ્ધાંજલિ.

4:40 PM જાપાનના પીએમ શિન્ઝો આબે, તેમની પત્ની સાથે પહોંચ્યા સાબરમતીના ગાંધી આશ્રમ ખાતે

Pm modi and abe

4:30 PM અલગ અલગ રાજ્યોના લોકોએ જાપાનના પીએમને બતાવી પોતાની સાંસ્કૃતિક ઝલક. રસ્તામાં મોટી સંખ્યામાં લોકો જાપાની અને ભારતીય ધ્વજ સાથે જોવા મળ્યા.

4:20 PM અહીં વસેલા જાપાની સમુદાયના લોકોએ પણ જાપાનના પીએમનું વાંસની છત્રીઓ બતાવી કર્યું અનોખી રીતે સ્વાગત.

Sabarmati Ashram pic.twitter.com/bDZsOJpbKI— ANI (@ANI) September 13, 2017

4:14 PM પીએમ શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી સાબરમતી ખાતેનો રોડ શો થયો શરૂ. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંન્ને દેશોના વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા. 

4:00PM જાપાનના પીએમ શિન્ઝો આબે પહેર્યા ભારતીય ખાદીમાંથી બનેલા કપડા. તેમની પત્ની ખાદીના મરુન રંગના સલવાર કુર્તામાં જ્યાં નજરે પડ્યા ત્યાં જ જાપાનના પીએમએ મોદી જેવી જ બ્લુ કોટી અને સફેદ કુર્તામાં સજ્જ થયેલા જોવા મળ્યા

Pm modi

3:50 PM થોડીકવાર જ શરૂ થશે એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધીનો ઓબે અને પીએમ મોદીનો રોડ શો. 

3:49 PM ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ પણ આ પ્રસંગે જાપાની વડાપ્રધાનનું ફૂલોથી સ્વાગત કર્યું. 

modi abe

3:40 Pm વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબેનું કર્યું ભવ્ય સ્વાગત. પીએમ મોદીએ આબેને ભેટીને કર્યું તેમનું સ્વાગત. જે બાદ જાપાનના પીએમને ગાર્ડ ઓફ ધ ઓનર આપવામાં આવ્યું.

3:30 PM જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમની પત્ની સાથે ઉતર્યા અમદાવાદ એરપોર્ટ પર. 

3.30 PM જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનું અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

3:15 PM જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવે તે પહેલા જ વરસાદી વાદળોએ અમીછાંટા વરસાવ્યા છે તે જોતા કાર્યક્રમમાં રંગમાં ભંગ પડવાની સંભાવના ઊભી થઇ છે. નોંધનીય છે કે એરપોર્ટ પરથી જ આબે અને પીએમ મોદી સાબરમતી આશ્રણ સુધી 8 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. તે માટે આખા રસ્તા પર ખાસ મંચ બનાવવામાં આવ્યા છે. અને વિવિધ રાજ્યોના કલાકારો અહીં ખાસ ડાન્સ પર્ફોમન્સ પણ આપવાના છે.

English summary
Shinzo Abe ahmedabad: Japan PM Gujarat visit read all the update here in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.