નીતિ આયોગના CEO સી.એમ ડેસ્કબોર્ડના રિયલટાઇમ મોનિટરીંગ સિસ્ટમથી પ્રભાવીત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નીતિ આયોગના સી.ઇ.ઓ પરમેશ્વરન ઐયરે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. પરમેશ્વરન ઐયર ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને તેમણે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નીતિ આયોગના સી.ઇ.ઓ પરમેશ્વરન ઐયરે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. પરમેશ્વરન ઐયર ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને તેમણે કૃષિ, શિક્ષણ, હાઉસીંગ વગેરે વિભાગોની વિવિધ ફલેગશીપ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. નીતિ આયોગના સી.ઇ.ઓ. એ સી.એમ. ડેશબોર્ડ તથા જનસંવાદ કેન્દ્રની ગતિવિધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યો અને જનહિત કાર્યક્રમોનું રિયલ ટાઇમ મોનિટરીંગ ૩ હજાર જેટલા ઇન્ડીકેટર્સથી કરવામાં આવે છે તેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. એટલું જ નહિ, યોજનાકીય લાભ મેળવેલા લાભાર્થીઓના પ્રતિભાવ ફિડબેક મેળવવાના હેતુસર કાર્યરત જનસંવાદ કેન્દ્રની કાર્યપદ્ધતિની પણ પરમેશ્વરન ઐયરે પ્રસંશા કરી હતી
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા સચિવ અવંતિકા સિંઘે નીતિ આયોગના સી.ઇ.ઓ ને સી.એમ.ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની કામગીરી તથા કાર્યપદ્ધતિની તલસ્પર્શી માહિતી આપી હતી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
