For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિત્તે ભૂજ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી ઉજવણી

ભાજપના ભૂજ ખાતેના કાર્યાલયમાં શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

ભૂજઃ ભાજપના ભૂજ ખાતેના કાર્યાલયમાં શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનો અને મહિલા મોરચાના આગોવાનો હાજર રહ્યા હતા. ભાજપના કચ્છ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યુ કે 23 જૂન, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસે તેમને પુષ્પાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનાર વ્યક્તિને યાદ કરીને તેમના વિચારો, કર્મો, સંકલ્પો લોકો સુધી પહોંચે અને લોકોનુ મનોબળ મજબૂત થાય તેમજ રાષ્ટ્રહિત માટે હિંમતભર્યા નિર્ણયો લેવાની આદત પડે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

Recommended Video

કચ્છ : શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે ભુજ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

bhuj

આઝાદી પછી દેશમાં કોંગ્રેસની સરકાર બની. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનુ મંત્રીમંડળમાં જવાબદારીનુ સ્થાન હતુ. પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટ અને મંત્રીમંડળની અનેક બેઠકોમાં જે રીતે ચર્ચા થતી અને જે રીતે નિર્ણયો લેવાતા તેમાં આવનારા દિવસોમાં લાંબા ગાળાની યોજના માટે જે કાર્ય પદ્ધતિ અને લોકોની સુખાકારીનો જે વિચાર જોઈએ તેનો અભાવ જણાયો. દેશની આઝાદી પછી લોકોના સપના અને વિચારો, સંકલ્પોનો અભાવ દેખાયો જેના કારણે તેમણે રાજીનામુ આપીને એક અલગ પ્રકારનો વિચાર રજૂ કર્યો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય સહિત પાંચ લોકોએ નક્કી કર્યુ કે રાષ્ટ્રના હિતમાં એક અલગ વિચાર થવો જોઈએ અને તેનો વ્યાપ વધારવો જોઈએ.

English summary
Shyamaprasad Mukherjee Memorial Day celebrated at Bhuj BJP office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X