
ગુજરાતમાં દુષ્કાળ જેવા હાલાત સર્જી શકે મુશ્કેલી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદના નામે છાંટોયે નથી પડી રહ્યો. ત્યારે ગુજરાતના ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. જો વરસાદ નહીં થાય તો? ખેડૂતોને આ પ્રશ્ન સખત ચિંતાતુર કરી રહ્યો છે. સામાન્ય રીતે જૂલાઈ અને ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો મહત્તમ વરસાદ પડી જતો હોય છે પરંતુ આ વર્ષે ઓગષ્ટ મહિનાના 9 દિવસ પૂર્ણ થઈ ગયા છતાંયે જાણે મેઘરાજો રિસાયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
ગુજરાતનું હવામાન પાછલા કેટલાય દિવસોથી લગભગ શુષ્ક બનેલું છે. જુલાઈના બીજા અઠવાડિયા અને 24 તથા 25 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ભાગોમાં થોડો વરસાદ જોવા મળ્યો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આંકડાઓ મુજબ 1 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં 45% તથા ગુજરાતના ક્ષેત્રોમાં 42% વરસાદની કમી છે.
ગુજરાતમાં સમયસર જ વિધાનસભાની ચૂંટણી યોજાશે-વિજય રૂપાણી
સ્કાઈમેટના મોસમ નિષ્ણાંતો મુજબ આગલા 8થી 10 દિવસ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારે વૃદ્ધિના અણસાર નથી. જો કે 13થી 15 ઓગસ્ટ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ગતિવિધિઓ નહી થાય.
તાઉકતેને ધ્યાનમાં રાખી ગુજરાતમાં મે મહિનામાં ભારે વરસાદ થયો. ગુજરાતમાં જૂનના ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન પણ થોડો સારો વરસાદ જોવા મળ્યો. પરંતુ તે બાદથી જુલાઈના કેટલાક દિવસોને છોડી મોસમ લગભગ શુષ્ક બનેલું છે. પૂર્વોત્તર અરબ સમુદ્ર પર કોઈપણ મૌસમી સિસ્ટમ ન બની હોવાના કારણે અહીં મૌસમ આટલા લાંબા સમય સુધી શુષ્ક બની રહ્યું. આ ુપરાંત નિમ્ન દબાણના 7ેત્રો જે બંગાળની ખાડીની ઉપર વિકસિત થયાં છે, મધ્ય પ્રદેશના મધ્ય અને ઉત્તર-પશ્ચિમી ભાગો સુધી પહોંચી ગયાં. ગુજરાત પર વરસાદના હિસાબે આ સિસ્ટમોની અસર ના બરાબર રહી.
સ્કાઈમેટ મૌસમ વૈજ્ઞાનિઓ મુજબ આગલા 8થી 10 દિવસ દરમિયાન ગુજરાત અરબી સમુદ્રમાં સિસ્ટમ વિકસિત થવાના કોઈ એંધાણ દેખાઈ ના રહ્યાં હોય મગફળી, સોયાબીન અને કપાસનો લાખો હેક્ટરનો પાક બરબાદ થઈ શકે છે. આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો થતો નથી જણાતો. આ ઉપરાંત રાજ્યના જળાશય પણ ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. ત્યારે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.