For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં અત્યાર સુધીમાં 24.6% વરસાદ, 14 જિલ્લાઓમાં વરસાદ

ગુજરાત પર ચોમાસુ મહેરબાન છે. અત્યાર સુધીમાં અહીં, મોસમનો 24.6 ટકા કુલ વરસાદ જોવા મળ્યો છે. તેના અનુસાર કચ્છ વિસ્તારમાં ફક્ત 6.27 ટકા વરસાદ થયો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત પર ચોમાસુ મહેરબાન છે. અત્યાર સુધીમાં અહીં, મોસમનો 24.6 ટકા કુલ વરસાદ જોવા મળ્યો છે. તેના અનુસાર કચ્છ વિસ્તારમાં ફક્ત 6.27 ટકા વરસાદ થયો છે. જો કે, ચોમાસાના વાદળો ફરીથી સક્રિય થઈ રહ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, બે દિવસ વરસાદ પડવાની ધારણા છે. રાજ્યમાં હમણાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી છે.

rainfall in Gujara

આઇએમડી કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા મેટ બુલેટિનને બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. તે મધ્ય તટથી પૂર્વ મધ્ય અરબ સાગરના ઉપરના ઉચ્ચ હવાના ચક્રવાતી પરિભ્રમણને કારણે થઇ શકે છે, જે સમુદ્ર સ્તરથી 3.1 થી 3.6 કિલોમીટર સુધી ફેલાયેલું છે.

રાજ્યએ પાછલા મહિને ચોમાસાના થોડાક સમયના આગમન પછી પહેલા સ્પેલમાં સારો વરસાદ જોયો હતો, ગુજરાત હવે એક બીજા આવા જ સ્પેલની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, 14 જિલ્લાઓના 23 તાલુકાઓમાં મધ્યમ વરસાદ થયો છે.

હવામાન વિભાગનું અનુમાન

દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોના જિલ્લાઓ તથા દમન દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, નર્મદા, છોટા ઉદેપુરમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આઇએમડી બુલેટીનએ પણ આ જ અંદાજ લગાવ્યો છે કે આગામી ચાર દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

English summary
So far 24.6 percent of rainfall in Gujarat, rainfall in 14 districts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X