For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: કટારિયા વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gulab-chand-kataria
નવી દિલ્હી, મુંબઇ, 15 મે: સીબીઆઇએ સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર મુદ્દે રાજસ્થાનના વરિષ્ઠ ભાજપના નેતા ગુલાબ ચંદ કટારિયા અને અન્ય ત્રણ વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવતા ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ બાદ ગુલાબ ચંદ કટારિયા બીજા એવા નેતા છે જેમના વિરૂદ્ધ આ બનાવટી એન્કાઉન્ટર મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇએ ગુલાબ ચંદ કટારિયાના વિરૂદ્ધ આંધ્ર પ્રદેશના આઇજી (ઇન્ટેલિજન્સ) એન બાલસુબ્રમણ્યમ આર કે માર્બલના નિર્દેશક વિમલ પટની અને આંધ્ર પ્રદેશના અન્ય પોલીસ અધિકારી જી શ્રીનિવાસ રાવના વિરૂદ્ધ હત્યા, અપહરણ, ખોટી રીતે રોકી રાખવાના અને પુરાવા નષ્ટ કરવા સંબંધિત કલમો હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટે સીબીઆઇ દ્વારા 500 પાનાનું પૂરક આરોપપત્ર દાખલ કર્યા બાદ ગુલાબ ચંદ કટારિયા અને અન્ય ત્રણને પોતાની સમક્ષ રજૂ કરવા માટે સમન્સ જાહેર કર્યું છે. તેમને ચાર જૂનના રોજ કોર્ટમાં હાજર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સીબીઆઇએ 500 પાનાના પૂરક આરોપપત્રમાં આરોપ લગાવ્યો છે કે શેખનો 'સફાયો' પટણી પાસેથી 24 કરોડ રૂપિયાની માંગણી કરવા માટે કર્યો હતો. પટણીનો અમિત શાહ સાથે પરિચય રાજસ્થાનના તત્કાલીન ગૃહ મંત્રી ગુલાબસિંહ કટારિયાએ કરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે સોહરાબુદ્દીન હત્યા કેસની સુનાવણી ગુજરાતથી મહારાષ્ટ્ર સ્થળાંતરિત કરી દિધી હતી કારણ કે સીબીઆઇએ કહ્યું હતું કે સાક્ષીઓને ધમકાવવામાં આવે છે. ગુજરાતમાં સુનાવણી નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે થઇ શકે તેમ નથી.

અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ એ ખાને પોતાના આદેશમાં કહ્યું હતું કે આ વિમલ પટણી, ગુલાબ ચંદ કટારિયા, એમ બાલસુબ્રમણ્યમ, જી શ્રીનિવાસ રાવ વિરૂદ્ધ એક પૂરક આરોપપત્ર છે જે પહેલાં દાખલ કરવામાં આવેલા આરોપપત્રના ક્રમમાં દાખલ કરવામાં આવ્યું છે. જે ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી જેને 364ની સાથે વાંચવામાં આવે, 365, 368, 341, 342, 302 અને 201 હેઠળ દંડનીય અપરાધો માટે મુંબઇ સ્થિત વિશેષ કોર્ટને એક ફેબ્રુઆરી 2013ના રોજ સોંપવામાં આવે.

ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી જેને 364ની સાથે વાંચવામાં આવે, 365, 368, 341, 342, 302 અને 201 હેઠળ દંડનીય ગુનાઓ માટે સંજ્ઞાન લેવામાં આવે છે. કોર્ટે આરોપીયોને સમન્સ જાહેર કર્યું છે અને તેમને ચાર જૂન 2013ના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ કર્યો છે.

English summary
CBI has booked senior BJP leader from Rajasthan Gulab Chand Kataria and three others for murder charges in Sohrabuddin Sheikh fake encounter killing case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X