ઘોર કળયુગ - મોરબીમાં વૃદ્ધ માતાને બેરહેમીથી માર મારી રહેલા પુત્રનો વીડિયો વાયરલ

ગુજરાતના મોરબીમાં એક માતાને તેના દીકરા દ્વારા જ માર મારતા હોવાના સમાચાર સામે આવ્યા છે.

મોરબીઃ હજુ બે દિવસ પહેલા જ સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ઉજવવામાં આવ્યો. માતાના ત્યાગ, બલિદાન, પરિશ્રમની મોટી મોટી વાતો કરવામાં આવી ત્યારે ગુજરાતના મોરબીમાં એક વૃદ્ધ માતાને તેના દીકરા દ્વારા જ માર મરવામાં આવતો હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુત્ર પોતાની વૃદ્ધ માતાને સાવરણીથી માર મારી રહ્યો છે. માનવતાને શરમાવે તેવા આ દ્રશ્યો જોવા કોઈ પણ વ્યક્તિ માટે આઘાત જનક છે.

morbi

ગામના સરપંચે આ વીડિયો 20 દિવસ પહેલાનો હોવાની પુષ્ટિ કરી છે. ઘટના કાંતિપુર ગામની છે જેમાં રંભાબેન પરમાર નામની વૃદ્ધાને તેમનો પુત્ર સાવરણીથી માર મારતો દેખાઈ રહ્યો છે. અત્યંત ક્રૂરતાપૂર્વક પોતાની માતાને આ રીતે મારતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વૃદ્ધ માતાનો નાનો દીકરો સાવરણીથી નિર્દયતાપૂર્વક માર મારી રહ્યો છે. લોકો આ પુત્ર પર ફીટકાર વરસાવી રહ્યા છે.

સરપંચના જણાવ્યા મુજબ 20 દિવસ પહેલા વાયરલ થયેલા આ વીડિયો પર પોલિસે કાર્યવાહી કરી હતી પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ જાણકારી નથી. લાચાર અને નિઃસહાય માતા પર આ રીતે અમાનવીય રીતે માર મારનાર પુત્રની લોકો સોશિયલ મીડિયા પર નિંદા કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X