For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 80 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે સપા

|
Google Oneindia Gujarati News

sp logo
અમદાવાદ, 5 ઑક્ટોબર : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં શાનદાર દેખાવ કરનારી સમાજવાદી પાર્ટી (સપા) રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે આગામી સમયમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં પોતાના ઓછામાં ઓછા 80 ઉમેદવારો ઉભા રાખવા માંગે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 બે તબક્કામાં યોજાશે. 13 અને 17 ડિસેમ્બરે એમ બે તબક્કામાં કુલ 182 બેઠકો પર મતદાન યોજાશે. ઉત્તર પ્રદેશમાં સપાને મળેલા મુસ્લિમોના સમર્થન બાદ ગુજરાતમાં પણ સપાને મુસ્લિમો તરફથી આવકાર મળશે એવી આશા પક્ષના અગ્રણીઓ રાખી રહ્યા છે.

જોવાનું એ રહે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007 અને લોકસભા ચૂંટણી 2009માં ગુજરાતમાં સપાએ ઉમેદવારો ઉભા રાખવા છતાં સફળતા મળી ન હતી, ત્યારે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને ચૂંટણી લડાવવાથી કેટલી સફળતા મળશે.

આ અંગે સપાના ગુજરાત એકમના અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે ગુજરાતની 80 બેઠકો માટે સપા અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓને પણ લડાવી શકે છે. આ માટે ધર્મ નિરપેક્ષ દળો સાથે સમજુતી કરવામાં આવશે. સપા સૌરાષ્ટ્ર, પંચમહાલ, બનાસકાંઠા, ગોધરા અને સાબરકાંઠાની બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

English summary
SP will bring their candidate on 80 seats in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X