ગુજરાતમાં સાજના 6:55 બાદ સ્ટારલિંકનો નજારો જોવા મળશે
ઇન્ટરનેટની સ્પિડ વધારવા માટે કંપનીઓ દ્વારા સેટેલાઇટ જે તે વિસ્તારમા છોડવામાં આવતા હોય છે જેના ભાગ રૂપે ગુજારતમાં આજે સ્ટરલિન્ક જોવા મળશે.
રાજ્યમા નવા વર્ષમાં પહેલા જ દિવસે આકાશમાં ચમકતી ટ્રેન જેવી સ્ટારની હારમાળા જોવા મળશે. આ બીજુ કઇ નહી પરંતુ એક ઉપગ્રહ છે આ ઉપગ્રહ દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ જતી જોવા મળશે. આ દુર્લભ ઘટના સાંજના સમયે સૂર્યાસ્તના સમય બાદ એટલે કે, સાંજે 6:55 વાગ્યની આસપાસ જોવા મળશે. રવિવારે આ ટ્રેન રાજકોટ સહિતના વિસ્તારોમાં જોવા મળશે અંગ્રેજીમાં તને સ્ટારલિંક તરીકે ઓળખાવામાં આવે છે.

સ્ટારલિન્ક બીજુ કઇ નહી પરંતુ હાઇસ્પિડ ઇન્ટરનેટ માટે વિશાળ માત્રમાં છોડવામાં આવતા ઉપગ્રહોની હારમાળા છે જે સૂર્યાસ્ત બાદ આકાશમાથી પસાર થતા ચમકતી ટ્રેન ચાલતી હોય તે રીતે જોવા મળે છે.
આ સ્ટારલિન્ક સાંજે 6:55 વાગ્યાની આસપાસ દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વની દિશા તરફ જતા જોવા મળશે. આ નજારો જોવા માટે ટેલિસ્કોપ કે, દૂર્બિનને પૃથ્વીની ક્ષિતિજથી 10 ડિગ્રી ઉપરથી માંડીને 67 ડિગ્રી સુધઈ ફેરવાતા જવુ પડશે. માત્ર પાંચ મીનીટના સમય માટે આ નજારો જોવા મળશે. ત્યાર બાદ આ નજારો 2 થી 3 જાન્યુઆરીના રોજ પણ જોવા મળશે.
પૃથ્વીની ભ્રમણ કક્ષામાં અત્યાર સુધીમાં 3500 થી વધારે આવા સ્ટારલિન્ક છોડવામાં આવ્યા છે. જે નિશ્ચિત સમયે નિશ્ચિત ગતીથી ચોક્કસ પત્થરેખા પર અંતર કાપતા હોય છે. અને તે સમયાંતરે જે તે પ્રદેશમાં જોવા મળતા હોય છે. ઇલોન મસ્કે અત્યાર સુધીમાં 54 સેટેલાઇટ છોડ્યા છે. અને હજી તે ઉપગ્રહ છોડવાનુ ચાલુ રાખવાના છે.












Click it and Unblock the Notifications
