નર્મદા મુદ્દે તંત્ર ઝૂક્યુ, નર્મદા જંયતિ સુધી ડેમમાં છોડશે પાણી

Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેચમેન્ટ એરિયામાંથી ખેડૂતોને પાણી નહીં અપાય તેવા નિર્ણયને પગલે લોકોએ અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેના પગલે હવે નક્કી કરવામાં આવ્યું છે કે,  નર્મદા નદીમાંથી કરજણ ડેમમાં પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નર્મદાના મુદ્દે સાસંદ અહેમદ પટેલે પીએમ મોદીને ટકોર કરતો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, નર્મદાના પાણીની ખેડૂતોની લ્હાણી કરનારા સરકારે એ વચન પાળવું જોઈએ તેમજ ખેડૂતો અંગે વિચાર કરવો જોઈએ.

Narmada Dam

આ બાબતે ગુજરાતમાં રાજકારણ ગરમાયું હતું અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અહેમદ પટેલને તેમનો રાજકીય ધર્મ યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા વિશે કેમ ન બોલ્યા. આ સમગ્ર ઘટના બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કોઈ જોખમ લેવા ન માંગતી હોય તેમ કરજણ ડેમમાં પાણી છોડવાની મંજૂરી આપી છે. પાણી છોડવાની તીવ્ર અને ઉગ્ર માંગણીને પગલે 26 જાન્યુઆરી સુધી ડેમમાં પાણી છોડવામાં આવશે. આ નિર્ણયને પગલે ખેડૂતો તથા સ્થાનિકોમાં આનંદ ફેલાઈ ગયો છે.

English summary
State Government agreed to supply water in Narmada dam till 26th January.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.