જૂનાગઢ દત્ત શિખર વિવાદ મુદ્દે જૈન સમાજનું નિવેદન, સમગ્ર ઘટનાની નિંદા કરી
જૂનાગઢના ગિરનાર દત્ત શિખર પર જૈન સંઘ દ્વારા દત્ત પાદુકાને નુકસાન પહોંચાડવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના બાદ હવે જૈન સમાજે નિવેદન જારી કરીને ઘટનાની નિંદા કરી છે.
દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરાયા બાદ મંદિર પરિસરમાં જૈન સંઘ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને હિન્દુ સંપ્રદાયના સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો હતો અને વિવાદ સર્જાયો હતો.

આ ઘટના બાદ દત્ત મંદિર ટ્રસ્ટે સંઘના લોકો પર કાર્યવાહી કરવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ મુદ્દે વાત કરતા જુનાગઢ નિર્મલ ધ્યાન કેન્દ્ર દિગંબર જૈન સિદ્ધિ ક્ષેત્ર ગિરનાર મંદિર ધર્મશાળા ટ્રસ્ટના અગ્રણી સૌભાગ્યમલ કટારીયાએ જણાવ્યુ કે, ગિરનારથી ક્ષેત્રમાં દિગંબર જૈન ધર્મશાળા રૂપાયતન રોડ તથા બંડીલાલજી દિગંબર જૈન ધર્મશાળા ભવનાથ તળેટી ખાતે તારીખ 1/10/2023 ને રવિવારે લગભગ 250 ભાઈઓ બહેનો રોકાયેલા હતા.
તેમણે કહ્યું કે, જે દત્તાત્રેય ઉપર ગયેલા અને જેમાંથી અમુક લોકો મંદિર પરિસરમાં જઈ સુત્રોચાર કરેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો ત્યારે આવો વ્યવહાર કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી. જેમાં દિગંબર જૈન સમાજનું કોઈપણ પ્રકારનું જોડાણ નથી.
તેમણે આગળ કહ્યું કે, લોકોએ જ્યાં ઉતારો લીધેલ તેમના કોઈપણ વ્યક્તિનો સીધો અથવા આડકતરો સંબંધ પણ નથી ત્યારે આવી ઘટના સમાજનું વાતાવરણ તથા તીર્થ ક્ષેત્રની પવિત્રતા બગાડવા માટેનું માધ્યમ બનેલ છે, જેને દિગંબર જૈન સમાજ વખોડે છે.
તેમણે આગળ કહ્યું કે, આ ઘટના ફરીવાર ન બને તે માટે પણ દિલગીરી વ્યક્ત કરે છે. જેમાં દિગંબર જૈન ધર્મશાળા અને બંડીલાલજી દિગંબર જૈન શાળા સંસ્થાનો કોઈ દોરી સંચાર નથી ત્યારે સમાજનું વાતાવરણ પૂર્ણ રહે અને ભારત વર્ષની ગરિમા જળવાય તે માટે જેમણે આ કૃત્ય કરેલું છે તેની પણ માફી માંગવી જોઈએ.












Click it and Unblock the Notifications
