For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી આજથી પર્યટકો માટે ફરીથી ખુલી, ટિકિટ બુકિંગ શરુ

ગુજરાતમાં કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી પર્યટકો માટે એક વાર ફરીથી ખુલી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી પર્યટકો માટે એક વાર ફરીથી ખુલી ગઈ છે. કોરોના મહામારીના કારણે ફેબ્રુઆરી 2020થી જ અહીં ઘણી વાર પર્યટકોની એન્ટ્રી બંધ કરવામાં આવી ચૂકી હતી. પરંતુ હવે કોરોના સંક્રમણના કેસોમાં કમી આવતા સરકારે તેને ફરીથી પર્યટકો માટે ખુલ્લી મૂકી દીધી છે. આ પ્રતિમા લોખંડીપુરુષની ઉપાધિ મેળવનાર ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવવામાં આવી હતી કે જે 597 ફૂટ ઉંચી છે. આ વિશાળ પ્રતિમાનુ નિર્માણ કાર્ય પૂરુ થવામાં લગભગ 3 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. હાલમાં તે દેશમાં સર્વાધિક કમાણી કરતા પર્યટક સ્થળોમાંનુ એક છે.

ઘણી વાર શરૂ થઈને બંધ ચૂકી છે આ પ્રતિમા

ઘણી વાર શરૂ થઈને બંધ ચૂકી છે આ પ્રતિમા

સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે રચાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યુ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 જૂને ફરીથી દર્શકો માટે તૈયાર કરવામાં આવ્યુ છે. આના માટે ઑનલાઈન ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયુ છે. હોટલ અને ટેંટ સિટી માટે પણ બુકિંગ ઈંક્વાઈરી શરૂ થઈ ગઈ છે. જો કે સંસ્થાઓ, વેપારી ફર્મો, ઉદ્યોગોએ કોરોના ગાઈડલાઈન્સનુ કડકાઈનુ પાલન કરવુ પડશે. સંભાવના છે કે બધા મોટા મંદિરો પણ જલ્દી ખુલશે. દેશમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની સરખામણી તાજમહેલ સાથે કરવામાં આવે છે. આ બે જગ્યાએથી પર્યટન વિભાગને કરોડોની આવક થાય છે.

આ રીતે કરી શકો છો ટિકિટનુ બુકિંગ

આ રીતે કરી શકો છો ટિકિટનુ બુકિંગ

સ્ટેચ્યુ ઑફ યુનિટીની દેખરેખથી લઈને પર્યટકો માટે વ્યવસ્થાઓ કરવાની જવાબદારી સરકાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની છે. આની વેબસાઈટ https://statueofunity.in/થી ટિકિટ બુક કરાવવામાં આવી રહી છે. ટ્ર્સ્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે લોકો http://sardarpatelstatue.in/book-now-2/ પર જઈને ટિકિટ મેળવી શકે છે. https://www.soutickets.in/ થી પણ ટિકિટ લઈ શકે છે. નવેમ્બર 2020માં ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટી સોમવારના દિવસે બંધ રહેશે. પ્રતિમા ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો. જો કે હવે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.

આ રીતે તમે ત્યાં સુધી પહોંચી શકો છો

આ રીતે તમે ત્યાં સુધી પહોંચી શકો છો

આ વિશાળ મૂર્તિ વડોદરાથી લગભગ 90 કિલોમીટર જ્યારે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી લગભગ 200 કિલોમીટરના અંતરે સ્થિત છે. જો મુંબઈથી આવવા માંગતા હોયતો તમારે રાષ્ટ્રીય રાજમાર્ગ 48 અને રાજ્ય રાજમાર્ગ 64 દ્વારા 420 કિમી લાંબી મુસાફરી કરીને અહીં પહોંચી શકો છો. આ ઉપરાંત તમે રાજ્ય રાજમાર્ગ 11 અને 63 દ્વારા પણ આ સ્થળે પહોંચી શકો છો. એટલે કે જો તમે કોઈ બહારના રાજ્યમાંથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા જઈ રહ્યા હોય તો પહેલા તમારે અમદાવાદ કે વડોદરા જવુ પડશે. આ બંને શહેરોથી ટ્રેનો ચાલે છે.

English summary
Statue of Unity is now reopen for visitors, Know how you can reach and book tickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X