For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Statue Wedding : એક વર્ષ પહેલા કરી હતી આત્મહત્યા, હવે પ્રેમી પંખીડાની મૂર્તિઓના કર્યા લગ્ન

Statue Wedding : તાપીમાં ગત વર્ષે આત્મહત્યા કરીને એક પ્રેમી અને પ્રેમિકાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોએ તેમના લગ્નનો ઇન્કાર કર્યા બાદ તેમના લગ્ન અનોખી રીતે લગ્ન કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

Statue Wedding : દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બને છે, જે તમને અચંબામાં મૂકી દે છે. ઘણી ઘટના અંગે સાંભળીને તમે બોલી ઉઠતા હશો કે, શું આવું પણ થાય છે. આવો જ એક કિસ્સો તાપીમાંથી સામે આવ્યો છે. જ્યાં બે પ્રેમીઓને એક થવાનો રસ્તો ન દેખાતા આત્મહત્યા કરી લીધી હતી. જેના એક વર્ષ બાદ તેમના પૂતળાઓના (Tapi Idol wedding ) લગ્ન કરાવવામાં આવ્યા હતા.

Statue Wedding

ઘટનાની વિગતો એવી છે કે, ગુજરાતના તાપી જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષે નિઝર તાલુકાના નેવાલા ગામમાં પરિવારના લગ્નના વિરોધને કારણે એક દંપતિએ આત્મહત્યા કરી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, પરિવારજનોને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને તેમના લગ્ન સ્વીકારી લીધા છે, પરંતુ મૃત્યુ બાદ કેવી રીતે તેમના લગ્ન કરવામાં આવ્યા?

પરિવારજનોએ પ્રેમીઓની મૂર્તિઓ બનાવી અને તેમના મૃત્યુના એક વર્ષ બાદ લગ્નની તમામ વિધિઓ કરી હતી. જે કારણે આ હવે સ્થાનિક લોકોમાં સાથે સાથે ઇન્ટરનેટમાં પણ ચર્ચાનો હોટ ટોપિક બની ગયો છે. તાપીમાંથી છેલ્લા કેટલાક મહિનાઓથી આવા અનેક આપઘાતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો કિસ્સો વધુ ખાસ બની જાય છે.

ગત વર્ષે તાપીના ગણેશ પાડવી અને રંજના પાડવીના પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકારવાનો ઇન્કાર કરતાં તેઓ નિરાશ થઈ ગયા હતા. આ સાથે પરિવારની ખરાબ વાતો અને ટોણાને કારણે તેમની નિરાશામાં વધારો થાય છે, જે કારણે તેમને અંદરથી તોડી નાખ્યા હતા.

તેમને હતાશ થઇ ગયા હતા. જે કારણે પ્રેમીપંખીડાએ તેમના જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

જે બાદમાં પોતાની ભૂલનો અહેસાસ થતાં પરિવારજનોએ અનોખી રીતે પસ્તાવો કર્યો હતો. તેઓએ મૃત દંપતીને એક કરવાનું નક્કી કર્યું હતું, જેમણે તેમના પરિવારની નારાજગીને કારણે દુનિયા છોડી દીધી હતી. સંબંધીઓએ મૃતક પુરુષ અને સ્ત્રીની મૂર્તિઓ બનાવવાનું નક્કી કર્યું હતું, જેથી કરીને આદિવાસી રીત-રિવાજોને અનુસરીને તેમના લગ્ન કરી શકાય. ટૂંક સમયમાં યુગલ મૂર્તિના 14 જાન્યુઆરી, 2023 ના રોજ લગ્ન કરાવવામાં આવ્યા હતા.

English summary
Statue Wedding : Tapi Idol wedding for couple died year ago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X