For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવકી માએ અઢી વર્ષના બાળકના પેટમાં લાત મારતા થયુ મોત, 6 મહિના બાદ ખુલાસો

ગુજરાતના પાટણ જિલ્લામાં એક મહિલાએ અઢી વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી.

|
Google Oneindia Gujarati News

પાટણઃ ગુજરાતના પાટણ જિલ્લામાં એક મહિલાએ અઢી વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. તે મહિલા એ બાળકીની સાવકી મા હતી. બાળકીનુ નામ હેનીલ હતુ અને મહિલાનુ નામ કૌશલબેન છે. સૂચના મળતા પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે બાળકીની ભૂલ માત્ર એટલી હતી કે તેણે રૂમમાં છી કર્યુ હતુ. આ વાત પર મહિલાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે બાળકીના પેટમાં લાત મારી દીધી. તેની લાતથી માસુમ દૂર જઈને જમીન સાથે ટકરાઈ ગઈ. તેનુ માથુ ફાટી ગયુ અને ઘટના સ્થળે જ મોત થઈ ગયુ.

mother

માહિતી મુજબ આ ઘટના છ મહિના પહેલાની છે પરંતુ પોલિસ આ ઘટના પરથી અત્યારે પડદો ઉઠાવી શકી છે. પોલિસે શોધ્યુ કે હત્યારોપી મહિલાના પતિ મહેશભાઈ ચેહરાભાઈ સોલંકી મૂળ વડગામના મગરવાડાના નિવાસી છે અને હાલમાં અંબલેશ્વર સોસાયટીમાં રહે છે. તેણે 12 વર્ષ પહેલા જયાબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ દીકરીઓ પણ છે. પરંતુ ગયા વર્ષે મહેશે ગુપચૂપ રીતે કૌશલબેન સાથે બીજા લગ્ન કરી લીધા. જ્યારે આ વિશે જયાબેનને જાણવા મળ્યુ તો ઝઘડો થયો. મહેશે ત્રણ બાળકોને પોતાની પાસે રાખીને પહેલી પત્ની જયાબેનને ઘરમાંથી કાઢી મૂક્યા.

બાદમાં ત્રણે દીકરીઓ કૌશલબેન અને પોતાના પિતા સાથે રહેવા લાગી. ગઈ 18 ફેબ્રુઆરીએ અઢી વર્ષની દીકરી હનીલે રૂમમાં છી કરી દીધુ હતુ. ત્યારે મહેશની બે દીકરીઓ સાથે મળીને કૌશલબેને તેને સાફ કર્યુ. પરંતુ અંદરને અંદર તેને બહુ જ ગુસ્સો આવ્યો અને બાકી બે દીકરીઓના દૂર જતા જ તેણે માસુમ બાળકીના પેટમાં લાત મારી દીધી. આ કારણે બાળકી દિવાલ સાથે ટકરાઈ. બાળકીને ખૂબ જ ગંભીર ઈજા થઈ અને તેનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. ઘટનાના છ મહિના બાદ પોલિસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીના સાવકી મા અને પિતા સામે હત્યાનો કેસ નોંધ્યો છે.

આ તરફ પોતાની દીકરીની હત્યાના સમાચાર સાંભલીને સગી મા જયાબેનનુ કાળજુ કંપી ગયુ અને તે પોતાની બંને દીકરીઓને સાથે લઈ ગઈ અને પોલિસમાં હેનીલની હત્યાનો કેસ નોંધાવ્યો. મૃત બાળકીને જન્મ આપનાર જયાબેન પરમારે કહ્યુ કે પોલિસ વારંવાર તપાસ કરી રહી હતી પરંતુ પુરાવા નહોતા મળી રહ્યા. જો કે ફૉરેન્સિક પોસ્ટોમોર્ટમ રિપોર્ટમાં બાળકીના આંતરડામાં ઈજાઓ મળી. જેના કારણે પોલિસે મહેશ અને તેની બીજી પત્ની કૌશલ બેનની કડક પૂછપરછ બાદ હત્યાનો કેસ નોંધ્યો છે.

સરકારી મદરસા અને સંસ્કૃત પાઠશાળાઓ બંધ કરવાની તૈયારીમાં અસમ સરકારસરકારી મદરસા અને સંસ્કૃત પાઠશાળાઓ બંધ કરવાની તૈયારીમાં અસમ સરકાર

English summary
Step mother kicked on the stomach of a two and a half year old innocent, dies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X