રાજ્યમાં દારુબંધીનો કડક અમલ આજથી શરુ, રાજ્યપાલ આપશે મંજૂરી

Subscribe to Oneindia News

દારુબંધીને વધુ કડક બનાવવા માટેના વટહુકમને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલી મંજૂરી આપી દે તેવી સંભાવના છે. મંગળવારે રાજ્યના ગૃહ વિભાગે રેંજ આઇજી, પોલિસ કમિશ્નર, એસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને દારુબંધીના કાયદાના કડક અમલ માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી હતી. રાજ્યપાલની મંજૂરી બાદ પોલિસ દ્વારા રાજ્યના ફાર્મ હાઉસ, હોટલ, વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ન્યૂ યરના એક અઠવાડિયા પહેલા દારુબંધીનો કડક અમલ મહત્વનો બની રહેશે.

liquor

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સરકારે દારુબંધીના કડક અમલ તેમજ હુક્કાબાર પર પ્રતિબંધ માટે કાયદાની જોગવાઇઓ કરી હતી. જે મુજબ દારુના ખરીદ-વેચાણ અને હેરફેર કરનારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંડની જોગવાઇ કરી હતી. દારુ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઇ કરવામાં આવી છે. ગુનેગારોને ભાગી જવામાં મદદ કરનાર અધિકારીને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરે તો 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

English summary
strict liquor prohibition in gujarat from today, gujarat governor will give approval today
Please Wait while comments are loading...