હિંમતનગરની ગ્રોમોર કોલેજના વિદ્યાર્થીઓની ટ્રાફિક જાગૃતિ માટે પહેલ, બેનરો સાથે રોડ પર ઉતર્યા
હિંમતનગર શહેરમાં ટ્રાફિકને લઈને ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો સાથે હાઇવે પર અવતા-જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવવા આવ્યા હતા. ત્યારબાદ વાહન ચાલકોને એન.એસ.એસના વિધાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમ અંગેની પત્રિકાઓ આપી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં માર્ગ સલામતી ને લઈને ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ હવે જાગૃતા દર્શાવી છે. જેને લઈને અકસ્માત થતા અટકી શકે તે માટે એન.એસ.એસના વિદ્યાર્થીઓએ હાઇવે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગેની પત્રિકા આપીને માહિતી આપવામાં આવી હતી.

વિવિધ બેનરો સાથે વિધાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરીને વાહન ચાલવું, વાહન ચલાવતી વખતે આલ્કોહોલનું સેવન ટાળવું, વાહન પુરઝડપે ચલાવનું ટાળો, માર્ગ પર વાહન ચાવતી વખતે રમત કરવાનું ટાળો જેવા નિયમો વિશે વાહન ચાલકોને આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૫૦ થી વધુ વિધાર્થીઓ ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા. જોકે તાજેતરમાં અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગ્રોમોર કોલેજના એન.એસ.એસના વિદ્યાર્થીઓએ સહકારીજીન અને મોતીપુરા વિસ્તારમાં હાઇવે ઉપર બેનરો સાથે ટ્રાફિકના નિયમોને લઈને વાહન ચાલકોને પત્રિકા આપીને ટ્રાફિકના નિયમનો પાલન કરવા માહિતી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
