For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ જેહાદના કાયકાની કલમ 5 પરનો સ્ટે હટાવવા હાઈકોર્ટમાં રજુઆત!

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 દ્વારા રાજ્ય સરકારે ગુજરાતમાં લવ જેહાદ રોકવાનો દાવો કર્યો છે ત્યારે હવે કાયદાનો વિવાદ હાઈકોર્ટમાં છે. ગયા અઠવાડિયે હાઈકોર્ટે આ કાયદાની કલમ 3, 4, 5 અને 6 પર રોક લગાવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારના વિવાદાસ્પદ લવ જેહાદ કાયદાને લઈને હાઈકોર્ટમાં સૂનાવણી થઈ રહી છેે. રાજ્ય સરકાર દ્વારા કલમ 5 પરનો સ્ટે હટાવવા માટે કોર્ટમાં રજુઆત કરાઈ છે. એડવોકેટ જનરલે કલમ પરથી સ્ટે હટાવવા માટે રજુઆત કરી હતી.

High Court

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 દ્વારા રાજ્ય સરકારે ગુજરાતમાં લવ જેહાદ રોકવાનો દાવો કર્યો છે ત્યારે હવે કાયદાનો વિવાદ હાઈકોર્ટમાં છે. ગયા અઠવાડિયે હાઈકોર્ટે આ કાયદાની કલમ 3, 4, 5 અને 6 પર રોક લગાવી હતી. આ રોક લગાવ્યા બાદ હવે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કાયદાની કલમ 5 બહાલ કરવા માટે રજુઆત કરી છે. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે રજુઆત કરી છે કે કલમ 5 ને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. તો બીજી તરફ હાઈકોર્ટે સવાલ કર્યો છે કે કલમ 5 શું છે? એડવોકેટ જનરલે કહ્યુ કે ધર્માંતરણ માટે પરવાનગી લેવી પડે છે. તો કોર્ટે સામો સવાલ કર્યો કે કઈ કલમ પરવાનગી માટેની છે? હાઈકોર્ટમાં આ બાબતે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 બન્યા બાદ રાજ્ય સરકારે લવ જેહાદ રોકવા માટે મોટા મોટા દાવા કર્યા છે તો બીજી તરફ નિષ્ણાતોના મતે આ કાયદા દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થઈ રહ્યો હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ શું નિર્ણય પર પહોંચે છે?

English summary
Submission to High Court to remove stay on Section 5 of Love Jihad Act!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X