For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ 4300 લોકોને દંડ ફટકાર્યો, પોલીસે 8.6 લાખ રૂપિયા વસૂલ્યા

સુરતઃ 4300 લોકોને દંડ ફટકાર્યો, પોલીસે 8.6 લાખ રૂપિયા વસૂલ્યા

|
Google Oneindia Gujarati News

સુરતઃ કોરોના વાયરસને રાજ્યના એકેય વિસ્તારને કોરો નથી છોડ્યો. ત્યારે ન્યૂ નોર્મલ જિંદગી અંતર્ગત આપણે કેટલાક નિયમને સદંતર પાળવા જ એક વિકલ્પ બચ્યો છે. તેવામાં આખા ગુજરાતમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક નાગરિકો હજી પણ આ નિયમોને સીરિયસલી નથી લઇ રહ્યા.

માસ્ક ના પહેરનારાઓને દંડ ફટકાર્યો

માસ્ક ના પહેરનારાઓને દંડ ફટકાર્યો

સુરતમાં પોલીસે આવા લોકોને દંડવા શરૂ કરી દીધા છે. જે અંતર્ગત 18 જૂન પછી માસ્ક ના પહેરનારા કુલ 4300 લોકોને પોલીસે દંડ ફટકાર્યો, તેમની પાસેથી કુલ 8.6 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારના આદેશ મુજબ જે લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે હવે તેમના પર પોલીસે તવાઇ વર્તાવી છે, દંડાયેલા મોટાભાગના લોકો મુસાફરો હતા જેઓ માસ્ક પહેર્યા વિના વાહન હંકાલી રહ્યા હતા.

ગુજરાત પોલીસે કરી કાર્યવાહી

ગુજરાત પોલીસે કરી કાર્યવાહી

આ ઉપરાંત લૉકડાઉન દરમિયાન જે લોકો માસ્ક વિના ફરતા હતા અને પોલીસ કન્ટ્રોલ રૂમના સીસીટીવી કેમેરામાં જેઓ કેદ થયા છે તેવા તમામ લોકો સામે પોલીસે ગુના નોંધવા શરૂ કરી દીધા છે. જો કે સરકારના તાજેતરના આદેશ બાદ પોલીસ હવે નિયમોનો ભંગ કરતા નાગરિકો પાસેથી દંડ તરીકે રોકડ કેશ વસૂલી રહી છે.

એક દિવસમાં 1400 લોકો પકડાયા

એક દિવસમાં 1400 લોકો પકડાયા

સુરત શહેર પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટે કહ્યું કે, "માસ્ક વિના ફરતા નાગરિકો પાસેથી દંડ વસૂલવો શરૂ કરી દીધો છે અને સોમવારે અમે આવા જ 1400 લોકોન પકડ્યા હતા, જે અત્યાર સુધીમાં માસ્ક વિના પકડાયેલા નાગરિકોની સૌથી વધુ સંખ્યા છે." જણાવી દઇએ કે રાજ્ય સરકાર માસ્ક વિના રખડતા લોકો પાસેથી દંડ વસૂલવાનો આદેશ 16 જૂનના રોજ આપ્યો હતો, જે અનુસંધાને પોલીસે રિસિપ્ટ બૂક પણ પ્રિન્ટ કરી દીધી છે.

રશિયા પ્રવાસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ઓછા સમયમાં પૂરો કરીશુ રક્ષા સોદોરશિયા પ્રવાસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ઓછા સમયમાં પૂરો કરીશુ રક્ષા સોદો

English summary
Surat: 4300 people fined in 6 days for not wearing mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X