For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત જિલ્લા ભાજપના અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલયનુ પ્રદેશ અધ્યશ્ર સી.આર. પાટિલના હસ્તે ખાત મુહૂર્ત

સુરત જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું ખાત મુહર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે અંખડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ બારડોલી, જીલ્લો-સુરતની ઘરા પર નિર્માણ પામનાર સુરત જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું ખાત મુહર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે 25 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું.

cr patil

આ પ્રસંગે સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે, આ અધ્યતન કાર્યાલય બનાવા જઇ રહ્યું છે ત્યારે આવનાર નવ મહિનામાં કાર્યાલયનું નિર્માણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ જયારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે સમયે તેમને સૂચન કર્યુ હતું કે દરેક જિલ્લાનું કાર્યાલય અદ્યતન અને વિશાળ હોવું જોઇએ. આ કાર્યાલયમાં તમામ પ્રકારની વ્યવસ્થા થાય તેનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યાલયમાં દરેક કાર્યકરનું યોગદાન હોવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યુ કે કાર્યાલય બનવવા જે કાર્યકર્તા વધુ યોગદાન આપશે તેમના નામ તખ્તી પર લખવામાં આવશે કેમ કે રૂપિયાનું મહત્વ નથી કાર્યાલયના નિર્માણમાં યોગદાન આપવું જરૂરી છે. જે કાર્યકરોએ કાર્યાલય બનાવવા પોતાનું યોગદાન આપ્યુ હશે તેમને આ કાર્યાલય પોતાનું છે તેવો અનુભવ થશે. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબે હાંકલ કરી કે કાર્યાલય બનાવવા બહારથી રૂપિયા લાવવા નહી કાર્યકરોના સહકારથી જ અદ્યતન કાર્યાલય બનાવવામાં આવે.

આ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, જીલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, જીલ્લા પ્રભારીશ્રી ભરતભાઈ રાઠોડ, ધારાસભ્યશ્રીઓ શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વી.ડી.ઝાલાવાડિયા, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પારેખ, શ્રી દીપકભાઈ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલ, સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

English summary
સુરત જિલ્લા ભાજપના અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલયનુ પ્રદેશ અધ્યશ્ર સી.આર. પાટિલના હસ્તે ખાત મુહૂર્ત
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X