સુરતના સિવિલના ઓપીડીના ડોક્ટર હડતાળ પર

Subscribe to Oneindia News

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. નવી સિવિલ ખાતે રેસિડેન્શિયલ ડોકટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો એક મૃતકના કુટુંબીજનોએ કર્યો હતો. બુધવારે મોડી રાત્રે દર્દીનું મોત થયું હતું. જો કે ગુરૂવારે બીજા તબક્કાના મતદાનને કારણે દિવસભર માધ્યમોમાં ચૂંટણી છવાયેલી રહેતા આ મામલો પ્રકાશમાં આવ્યો નહોતો. પરંતુ મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા ડોક્ટરોમાં રોષ વ્યાપી ગયો હતો અને ડોક્ટરનો સમગ્ર સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. ડોક્ટર્સે માંગણી કરી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. દરમિયાન પોલીસે મતૃકના પરિવારજનોમાંથી હુમલો કરનારા 7 લોકો સામે ફરિયાદ નોંધી છે.

Surat

ઘણા ડોક્ટર્સે માંગણી કરી હતી કે તેમના માટે કેમ્પસમાં પોલીસ ચોકી અને સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ. તેઓ પોતાની ફરજ પર પાછા ફરવા માંગ છે, પરંતુ જીવના જોખમે નહીં. ઉપરાંત તબીબોએ સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગણી કરી હતી. વળી ડોકટર્સે ચીમકી ઉચ્ચારી હતી કે, હાલમાં તો ઓપીડીનો સ્ટાફ જ હડતાળ પર ઉતર્યો છે, પરંતુ જો માંગણી સંતોષાશે નહીં તો ઇમરજન્સી સેવાના ડોક્ટર પણ આ હડતાળમાં જોડાશે.

English summary
surat doctor strike after fighting between patient and doctor

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.