For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત અગ્નિકાંડમાં ચાર્જશીટ દાખલ, 14 આરોપી અને 11 લોકોની ધરપકડ

ગુજરાતના સુરતમાં તક્ષશીલા કૉમ્પ્લેક્સમાં 24 મેં દરમિયાન ભયંકર આગ લાગી હતી, જેમાં 22 માસૂમ વિધાર્થીઓની દર્દનાક મૌત થઇ હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતમાં તક્ષશીલા કૉમ્પ્લેક્સમાં 24 મેં દરમિયાન ભયંકર આગ લાગી હતી, જેમાં 22 માસૂમ વિધાર્થીઓની દર્દનાક મૌત થઇ હતી. લગભગ 2 મહિના પછી પણ શહેરના લોકો આ ભયંકર આગને ભૂલી શક્યા નથી. આ મામલે પોલીસે 11 આરોપીઓ સામે 251 સાક્ષીઓના નિવેદન સહીત 4275 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

surat fire incident

ચાર્જશીટ વિશે વાત કરતા, પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ, ક્લાસ ઓપરેટર્સ, મ્યુનિસિપલ, ફાયર અને ડીજીવીસીએલના અધિકારીઓ સહિત 11 લોકો વિરુદ્ધ આ કેસ પછી પોલીસે કેસ નોંધ્યો છે. જોકે ત્રણ આરોપીઓ ફરાર છે, પરંતુ નિયમો અનુસાર, ચાર્જશીટ 60 દિવસમાં દાખલ કરવામાં આવી છે. જો કે, આ મુદ્દો કડક રીતે તપાસ હેઠળ છે. આગામી દિવસોમાં ધરપકડનો સમયગાળો ચાલુ રહેશે.

આપને જણાવી દઈએ કે આગ લાગ્યા પછી વિધાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદવા લાગ્યા હતા. આ ઘટનામાં 22 વિધાર્થીઓની મૌત થઇ હતી. પોલીસે બધી જ તપાસ કરીને 14 લોકોને જવાબદાર ગણાવ્યા હતા અને તેમાંથી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

surat fire incident

ધરપકડ થયેલા લોકોની લિસ્ટ

1. ભાર્ગવ મનસુખ બુટાણી (ક્લાસ સંચાલક)
2. હરસુખ કાંજી વાકેરિયા
3. જીગ્નેશ સવજીભાઇ પઘડાલ
4. સવજીભાઇ પઘડાલ
5. રવિન્દ્ર ઘનશ્યામ કહાર (બિલ્ડર)
6. પરાગ મુન્શી (નગરપાલિકા કાર્યકારી ઇજનેર)
7. જયેશ સોલંકી
8. એસ. કે આચાર્ય (ફાયર ઑફિસર)
9. કિર્તી મોઢ
10. વિનુ પરમાર (ડેપ્યુટી એન્જિનિયર)
11. દિપક ઇશ્વરલાલ નાયક (ડીજેવીસીએલ નાયબ ઈજનેર)

વોન્ટેડ આરોપીઓની સૂચિ

1. અતુલકુમાર વિનોદરાય ગોરસાવાલા
2. હિમાંશુ એચ. ગજજર
3. દિનેશ કાનજીભાઈ વેકરીયા

English summary
surat fire incident: police files chargesheet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X