સુરત : સોમવારે રાતે કુખ્યાત હુસેન હસોટી પર થયું ફાયરિંગ

Subscribe to Oneindia News

સોમવારે મોડી રાતે, સુરતના ચોક બજાર વિસ્તારમાં તાપી નદીના કિનારે રાજાના ઓવારા પાસે ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સુરતના ચોક બજાર વિસ્તારના માથાભારે શખ્સ મમુ ઉર્ફે મોહમ્મદ હુસેન હસોટી નામના શખ્સ ઉપર અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. મોટર સાયકલ પર સવાર શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે પૈકી એક ગોળી મમુના જમણા હાથને અડીને નીકળી ગઈ હતી. જો કે હુમલા અને ફાયરીંગની આ ઘટનામાં મમુનો આબાદ બચાવ થયો છે.જ્યારે હાથના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે શેઠ પુરૂષોતમ લાલ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

police

ઘટનાને પગલે ચોક બજાર પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. તેમજ ઇજા પામેલા હુસેન હસોટીના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકઠા થઇ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મમુ ઉર્ફે મોહમ્મદ હુસેન હસોટી લાંબા સમયથી સુરત શહેરના રાંદેર તેમજ ચોક બજાર જેવા વિસ્તારોમાં -જુગારના અડ્ડા ધમધમાવે છે અને આ કારણોસર અદાવતમાં તેની પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. જોકે આ બનાવ અંગે પોલીસે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આગલ ધપાવી છે.

surat

English summary
surat firing at gangster hasain hasoti.Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.