ગુજરાત ચૂંટણી:સુરતમાં હાર્દિક પટેલનો રોડ-શો અને જનસભા

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રવિવારે ગુજરાત પધારનાર છે અને તેઓ રવિવારે ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જનસભા સંબોધનાર છે. તો બીજી બાજુ રવિવારે પાસ કન્વીનર હાર્દિક પટેલનો રવિવારે જ સુરતમાં રોડ શો યોજાયો છે. આ વિશાળ રોડ-શોની શરૂઆત કતારગામ હાથી મંદિરથી કરવામાં આવી હતી. હાર્દિકનો રોડ શો શહેરના આશરે 50 કિમી વિસ્તારમાં ફરશે, જેમાં 6 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે જ હાર્દિકની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Hardik patel

હાર્દિકના આ રોડ શો માટે પોલીસ પાસે અગાઉથી મંજરી માંગવામાં આવી હતી, શનિવારે પોલીસે અલગ-અલગ 14 શરતો સાથે મંજૂરી આપી હતી. મર્યાદાનું ઉલ્લંઘન થાય એવા સૂત્રોચ્ચાર ન કરવા, ટ્રાફિક નિયમોનું પાલન જેવી શરતોનો સમાવેશ થાય છે. હાર્દિકના રોડશોમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા, ખાસ કરીને યુવાઓ જોવા મળ્યા હતા. જય સરદાર, જય પાટીદાર અને સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, જેવા નારાઓ સાથે રોડ-શો આગળ વધ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી ઉત્સાહભેર હાર્દિકનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

English summary
Surat: PAAS convener Hardik Patel's big road show and public rally on Sunday

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.