પાણીના પ્લાન્ટ પર આરોગ્ય વિભાગનો સપાટો

Subscribe to Oneindia News

સુરતના SMC ના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભાઠેના વિસ્તારમાં મિનરલ વોટરના પ્લાન્ટની તપાસ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મિનરલ વોટર પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં કેવલ નામના મિનરલ વોટરનાં પ્લાન્ટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી કંપનીમાં આરોગ્યલક્ષી ક્ષતિઓ મળી આવતાં નોટિસ આપી રૂ 5 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

water

ગત રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભાઠેના વિસ્તારમાં ખોડીયાર નગર વિસ્તારમાં શિવ માર્કેટીંગ નામના મિનરલ વોટર પ્લાન્ટ પર SMC ના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી સહિતના લાયસન્સ પણ પ્લાન્ટ સંચાલકો પાસે ન હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પ્લાન્ટમાં એડિસ પ્રજાતિના મચ્છર સહિત ગંદકી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટમાં ગંદકી વચ્ચે ગ્રાહકોને દૂષિત પાણી સપ્લાય કરવામાં આવતું હતું. અને પ્લાન્ટમાં આઈએસઆઈ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંધન થતું હોવાથી હાલ પ્લાન્ટને આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્લાન્ટનાં માલિકને રૂ 10 હજારનો દંડ ફટકાર્યવામાં આવ્યો હતો.

English summary
Surat : health department raids on water plant. Read here more.
Please Wait while comments are loading...