પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલ આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

સુરતના નરથાણ ગામમાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી સ્કુલના કમ્પાઉન્ડમાંથી કોહવાયેલી હાલતમાં એક મહિલાનું શબ મળી આવ્યું હતું. મહિલાનું શબ મળી આવતા સરપંચે પોલીસને જાણ કરી હતી, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. કોહવાયેલી હાલતમાં મળી આવેલ શબ ગામની જ મહિલાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગીતા રાઠોડનો હોવાનું બહાર આવતાં એ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસમાં ખબર પડી હતી કે, મહિલા 14 મેના રોજ મંદિરના કાર્યક્રમમાં રાકેશ નામના યુવાન સાથે જોવા મળી હતી. પોલીસે રાકેશની તપાસ કરતા રાકેશ હાલ સુરત શહેરના કોસાડ વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી મળી હતી. રાકેશ મૂળ ખેડા જિલ્લામાં આવેલ વડદવા ગામનો રહેવાસી છે. જો કે, પોલીસ રાકેશની તપાસ અર્થે સુરત શહેર પહોંચી ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. આખરે પોલીસે રાકેશની તેના મૂળ ગામથી ધરપકડ કરી હતી.

crime

મળતી માહિતી મુજબ મૃતક ગીતા રાઠોડ અને હત્યા કરનાર આરોપી રાકેશ એક જ જગ્યાએ કામ કરતા હતા. તે દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. ઘટનાના દિવસે મંદિરના કાર્યક્રમ બાદ બંન્ને રાત્રી દરમિયાન નરથાણની સરકારી સ્કૂલમાં મળ્યા હતા. અહીં મરનાર ગીતા રાઠોડના મોબાઈલ પર અન્ય કોઈનો ફોન આવતા પ્રેમી રાકેશને શંકા ગઇ હતી અને આ વાતે બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. રાકેશે ઉશ્કેરાઈને પોતાની પ્રેમિકા ગીતા રાઠોડનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. મૃતદેહની ઓળખ ન થાય તે માટે આરોપીએ મૃતદેહનના ચહેરાને પથ્થર વડે વિકૃત કરી નાંખ્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

English summary
Surat: police arrested accused in girlfriend murder case
Please Wait while comments are loading...