સુરતમાં હુક્કાબાર પર રેડ, 15 વધુ લોકોની અટક
સુરતમાં બે જગ્યાએ છાપા મારી પોલીસે હુક્કાબાર પક્ડયા. 15ની અટક
સુરત ના પિપલોદ વિસ્તારમાં આવેલ એક હુક્કાબાર અને VIP રોડ પર આવેલ ફાયર એન્ડ આઇસ હુક્કાબારમાં પોલીસ ને શંકાસ્પદ વસ્તુ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીસીબી, ક્રાઇમ બ્રાંચ અને SOGએ જોઇન્ટ ઓપરેશન કરી આ રેડ પાડી રહતી. VIP રોડ પર આવેલ ફોર પોઇન્ટ પ્લાઝામાંથી સમેત બીજા હુક્કાબારમાંથી 15 થી વધુ યુવકો ઝડપાયા છે. જેમાં પોલીસે તમામ યુવકોની અટક કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે સુરતમાં હાલ નશીલો પદાર્થ હેરફેર વધી છે. હાલમાં જ અહીં દારૂની મહેફિલથી લઇને હુક્કાબારમાં યુવાનોની અટકની ખબરો વધુ આવી રહી છે. થોડા સમય પહેલા જ અહીં દમણથી બાઇકમાં દારૂ છુપાવીને લાવવાની ધટના બની હતી. ત્યારે વળી અમદાવાદમાં પણ હાલમાં એક હુક્કાબાર પકડાયો હતો.
Read aslo :












Click it and Unblock the Notifications
