સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતા
સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતા
સુરતઃ સુરતમાં છોકરાઓના લગ્ન ટાણે જ વેવાઈ-વેવાણ ભાગી ગયા હોવાની વાતથી તો બધા પરિચિત જ છે, આ વેવાઈ-વેવાણ ફરી એકવાર લાપતા થઈ ગયા છે. સૂત્રો મુજબ બંને વેવાઈ-વેવાણ એક ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા છે. જણાવી દઈએ કે ઘરેથી ભાગનાર શોભના રાવલ અને હિંમત પાંડવના દીકરા અને દીકરીના લગ્ન નક્કી થઈ ગયાં હતાં. પરંતુ આ બંનેની હરકતોને કારણે લગ્ન તોડવા પડ્યાં.

10 જાન્યુઆરીએ પણ લાપતા થયા હતા
જણાવી દઈએ કે વરરાજાના પિતા અને દુલ્હનની મા એકબીજાને કોલેજ ટાઈમેથી જાણકતા હતા. જે બાદબંને એક સાથ જ ક્યાંક ગાયબ થઈ ગયા હતા. તેમના ગાયબ થવાના અહેવાલ મળ્યા બાદ છોકરાંઓના લગ્ન અટકી ગયાં. ઉપરાંત આ બંને પરિવાર તરફથી લાપતા થયા હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ વરરાજાનો પરિવાર કતારગામ વિસ્તારમાં રહે છે જ્યારે દુલ્હનનો પરિવાર નવસારીમાં રહેતો હતો.

પ્રોપર્ટી ડિલર હતો
ગત 10 જાન્યુઆરીએબંને પોતપોતાના ઘરેથી અચાનક લાપતા થઈ ગયા. બંનેના પરિજનોએ ભાગી ગયા હોવાની આશંકા જતાવી. જે બાદ છોકરા-છોકરીના લગ્ન અટકી ગયાં. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરાના પિતા એક બિઝનેસમેન અને પ્રોપર્ટી ડિલર છે.

એક વર્ષ પહેલા બંનેની દીકરા-દીકરીની સગાઈ થઈ હતી
વરરાજો અને દુલ્હન પોતાના લગ્ન માટે તૈયારી કરી રહ્યા હતા. એક વર્ષ પહેલા જ બંનેની સગાઈ થી હતી. બંને એક જ સમુદાયના છે અને પરિજનોએ પણ સંબંધને લઈ હામી ભરી હતી. જો કે લગ્નના લગભગ એક મહિના પહેલા બંનેના માતા-પિતા ગાયબ થઈ જવાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા.

બંને વેવાઈ-વેવાણ પહેલેથી જ એકબીજાના સંપર્કમાં
પારિવારિક સૂત્રો મુજબ લાપતા થતા પહેલા જ બંને એક બીજાને ઓળખતા હતા અને જવાનીના દિવસોમાં એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. 10 દિવસ પહેલા થયેલી ફરિયાદ બાદ પણ જ્યારે પોલીસ બંનેનો પતો ના લગાવી શકી તો બંને પરિવારે લગ્નનો સંબંધ તોડી નાખ્યો. પરિવારના લોકો મુજબ ફેબ્રુઆરીમાં થનાર લગ્ન માટે બંને પરિવાર તૈયારીઓમાં વ્યસ્ત હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
