સુરેન્દ્રનગરમાં દલિતોએ કર્યો ચક્કાજામ

Posted By:
Subscribe to Oneindia News

સુરેન્દ્રનગર પાસે સાથણી જમીન ફાળવણી બાદ જમીનનો કબજો હજી સુધી ન મળતા તેના વિરોધમાં સોમવારે સવારના સમયમાં દલિત સમાજના લોકોએ સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે ચક્કાજામ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Surendranagar: Dalit strike, blocked road

દલિત સમાજના લોકોએ રોડની વચોવચ આડા પડી ગયા હતા અને રસ્તા પર આવતા-જતા વાહનોને રોક્યા હતા. સાથણી જમીન ફાળવણી ઉપરાંત લીમડીના ખાડિયા ગામે દલિત યુવકની હત્યાનો મુદ્દો પણ લોકોએ ઉઠાવ્યો હતો. સમાજના લોકોએ હત્યારાને ઝડપી લેવા ઉગ્ર માગણી પણ કરી હતી.

Surendranagar: Dalit strike, blocked road

વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જમીનના કબજા માટે દલિત સમાજના લોકોએ અનેક આરોપો કર્યા છે. આ ઘટનામાં પોલીસે 10 લોકોની અટકાયત પણ કરી છે.

English summary
In Surendranagar Dalit blocked road. Read more here.
Please Wait while comments are loading...