સુરેન્દ્રનગરમાં હેવાન બનેલી સાવકી માતાએ 6 વર્ષના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ઘટના વાંચીને કંપારી છૂટે તેવો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો હતો. જેમાં સાવકી માતાએ 6 વર્ષના માસૂમ પુત્ર ભદ્ર પરમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 6 વર્ષીય ભદ્ર પરમારના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં રહેતા શાંતિલાલ પરમારનો પુત્ર છે. તેની માતાની મોત પછી શાંતિલાલ પરમારે બીજા લગ્ન જીનલબેન સાથે કર્યા હતા. જ્યારે હત્યારી માતા જીનલનું આ ત્રીજું લગ્ન હોવાનું કહેવાઈ રહ્યું છે. તેને અગાઉનો પુત્ર ગમતો ન હતો.આથી તેણે જ પુત્રને ગૂંગળાવીને મારી નાખ્યો હોવાની વાત સામે આવી છે. બે દિવસ પહેલા ભદ્ર એકાએક ગુમ થયો હોવાનો ડોળ જીનલે રચ્યો હતો. પિતા શાંતિલાલ સહિત પરિવારના અન્ય લોકો પણ ભદ્રની શોધખઓળ કરી હતી. પરંતુ ભદ્ર ક્યાંય ન મળતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સાવકી માતા સામે શંકા પણ વ્યક્ત કરી હતી.

mother kill son

ફરીયાદના બે દિવસ બાદમાં પોલીસ તપાસમાં હતી ત્યારે પુત્ર ગુમ થયાની પણ ફરીયાદ હતી ત્યારે પોલીસે પુત્રના પિતા શાંતિલાલ પરમારને તેની પત્ની અને પુત્રની સાવકી માતા ઉપર શંકા વ્યકત કરવામાં આવી હતી. ત્યારે તેના પતિને આ બનાવમાં ખાનગી રીતે માતાની તપાસ કરવા માટે પોલીસે જણાવ્યું હતું અને ત્યારબાદ આજે સાવકી માતાએ માત્ર છ વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેની લાશને સૂટકેસમાં મૂકી દીધી હતી. પેટીમાં પુરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કબૂલ્યુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જોકે તેણે આવું ઘાતકી કૃત્ય કયા કારણસર કર્યુ તે વિશે જીનલે હરફ ઉચ્ચાર્યો નથી. પરિવાર સુરેન્દ્ર નગર શહેરના નવા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો છ વર્ષનો માસૂમ ભદ્ર મળતો ન હતો ત્યારે ઘરમાં રાખેલી સૂટકેસમાંથી તેની લાશ મળી આવતા પિતા આઘાત પામી ગયા હતા. આ બનાવ સુરેન્દ્રનગરમા ટોક ફ ધ ટાઉન બન્ય હતો અને લોકોએ સાવકી માતા પર ફિટકાર વરસાવ્યો હતો.

English summary
Surendranagar : Stepmother brutally killed his 6-year-old son.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.